લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, સપ્ટેમ્બર 2026 |
2376
આણંદ બોરસદ પરના વાંસખિલીયા માર્ગ પર ગતરાત્રીના બે બાઇક સામસામે અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત થવા સાથે ત્રણ ગંભીર થતાં સારવાર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.અકસ્માતની જાણ આણંદ રૂરલ પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.પ્રાપ્ત વિગત અનુસાર ગતરાત્રીના બોરસદથી અન્સારમિયા મલેક,અસ્લમખાન પઠાણ તથા ઝુબેર કાઝી બાઇક નં જીજે ૨૩ ઇએલ ૩૦૫૩ લઇ આણંદ તરફ આવતા વાંસખિલીયા માર્ગ પરથી પસાર થતા સમયે સામેથી આવતી બાઇક સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ ના મોત થયા હતા.જયારે અન્ય ત્રણ ગંભીર ધાયલ થતાં સારવાર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતની જાણ આણંદ રૂરલ પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચી અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.