જામનગરમાં મોડિફાઈડ સાઈલેન્સરવાળા બુલેટ ચાલકો સામે કાર્યવાહી 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, સપ્ટેમ્બર 2025  |   જામનગર   |   28215

જામનગરમાં ઓવર સ્પિડીંગ કરી રહેલા અને નોઈઝ પોલ્યુશન ફેલાવી રહેલા બાઈક ચાલકો સામે પોલીસે ઝૂંબેશ શરુ કરી છે. ગઈકાલે જામનગર પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં ડ્રાઈવ રાખીને ઓવર સ્પિડિંગ કરતા ૩૫ બાઈક ચાલકોને ઝડપી પાડ્યા હતા. ઉપરાંત, બુલેટમાં મોડિફાઈડ સાઈલેન્સર લગાવીને નોઈઝ પોલ્યુશન કરતા યુવાનો પણ ઝડપી પાડ્યા હતા.


ગઈકાલે શહેરમાં ધ્વનિ પ્રદુષણ કરતાં બાઇક ચાલકો તેમજ ઓવર સ્પીડિંગ કરતા સ્પોર્ટ બાઈક ચાલકો સામે સ્પેશિયલ દ્રાઈવ રાખવામાં આવી હતી. જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ જામનગરની ટ્રાફિક શાખાના પી.આઇ. એમ.વી.ગજ્જર અને તેઓની ટીમ વગેરેએ શહેરના અલગ અલગ વિસ્તારમાં સ્પેશિયલ ડ્રાઇવર રાખી હતી.


 જે દરમિયાન ઓવર સ્પીડ કરતાં બાઈકર્સ, વધુ ઘોઘાટ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકો, અને ફાયર સાઇલેન્સર વાળા મોટરસાયકલ ચાલકો સામે વિશેષ દ્રાઈવ રાખવામાં આવી હતી. જેના અનુસંધાને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન આવા 35 બાઈક ડિટેઇન કરી લેવામાં આવ્યા હતા, અને તમામ વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઈને આવા વાહનચાલકોમાં ફફડાટ મચી ગયો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution