કોંકરોચ બાદ હવે E20 જનતા પાર્ટી મેદાનમાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, જુલાઈ 2026  |   3762


જંતર-મંતર પર થયેલા આંદોલનો અને દ્ગઈઈ્ પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામા બાદ હવે સોશિયલ મીડિયા પર એક નવી પાર્ટી ચર્ચામાં આવી છે.

 સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક લાંબી પોસ્ટ મુજબ, ઈ૨૦ જનતા પાર્ટી પોતાને નાગરિકો દ્વારા ચલાવવામાં આવતું એક ગ્રાહક અધિકાર અભિયાન ગણાવે છે. એક્સઅને ઇન્સ્ટાગ્રામ પર આ પાર્ટી સાથે લોકો ખૂબ જ ઝડપથી જાેડાઈ રહ્યા છે. આ પાર્ટીની માત્ર એક જ માંગ છે કે ગ્રાહકોને ઇથેનોલ ફ્રી ૧૦૦% શુદ્ધ પેટ્રોલ પૂરું પાડવામાં આવે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અને ઇન્સ્ટાગ્રામ પર સક્રિય આ ગ્રુનું કહેવું છે કે ફ્યુઅલ પૉલિસીમાં પારદર્શિતા, સાચી માહિતી અને ઉપભોક્તાઓની પસંદગીનું સન્માન થવું જાેઈએ. તેમની મુખ્ય માંગણીઓમાંદેશના દરેક પેટ્રોલ પંપ પર ઈ૨૦ ફ્યુઅલની સાથેસાથે ૧૦૦% શુદ્ધ પેટ્રોલ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે.ગ્રાહકોને પોતાની જરૂરિયાત અને પસંદગીના આધારે પેટ્રોલ પસંદ કરવાની સંપૂર્ણ આઝાદી મળવી જાેઈએ.ઘણા વાહન માલિકોએ માઇલેજમાં ઘટાડો, એન્જિનની ખરાબી, મેન્ટેનન્સ ખર્ચ અને લાંબા ગાળામાં એન્જિન પર થતી અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે.તમામ પ્રકારના ફ્યુઅલનું સાફ લેબલિંગ કરવામાં આવે અને અલગ-અલગ ફ્યુઅલ બ્લૅન્ડના ફાયદા તથા નુકસાનથી જાેડાયેલ ડેટા સાર્વજનિક કરવામાં આવે.પ્રદૂષણ અને મેન્ટેનન્સ ખર્ચ પર સ્વતંત્ર રિસર્ચ (ઇન્ડિપેન્ડન્ટ રિસર્ચ) કરાવીને તેનો રિપોર્ટ લોકોની સામે મૂકવામાં આવે.

ઈ૨૦ જનતા પાર્ટીની કામ કરવાની શૈલી ઘણે અંશે અભિજિત દીપકે દ્વારા શરૂ કરવામાં આવેલી કોકરોચ જનતા પાર્ટી જેવી જ છે. આ ગ્રુપ પણ સોશિયલ મીડિયા, મીમ્સ અને વ્યંગ્યના માધ્યમથી લોકોનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઝ્રત્નઁ ની શરૂઆત વર્ષ ૨૦૨૬ ના મે મહિનામાં થઈ હતી. જે એક સટાયર કેમ્પેઈન તરીકે શરૂ થયું હતું અને બાદમાં દિલ્હીમાં એક મોટા આંદોલનમાં ફેરવાઈ ગયું હતું. ઈ૨૦ જનતા પાર્ટી પણ સમાન શૈલી અપનાવી રહી છે.હાલના તબક્કે ઈ૨૦ જનતા પાર્ટી કોઈ ઔપચારિક સંગઠન નથી. તેનું કોઈ સત્તાવાર સંસ્થાપક કે મોટા સ્તર પર રસ્તા પરનું આંદોલન નથી. આ એક ડિજિટલ અભિયાન તરીકે સોશિયલ મીડિયા પર સક્રિય છે. પરંતુ ઠ અને ઇન્સ્ટાગ્રામ પર લોકો ઝડપથી આનાથી જાેડાઈ રહ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution