AI નોકરીઓ ખાશે, ૨૦૦૮થી ભયાનક વૈશ્વિક મહામંદી આવશે: કિયોસાકીની ભવિષ્યવાણી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, નવેમ્બર 2026  |   1683

વિશ્વના લોકોએ ૨૦૦૮ની વૈશ્વિક મહામંદી જાેઈએ છે, પરંતુ હવે તેના કરતા પણ ભયાનક મહામંદી આવશે તેવી એક લેખકે ભવિષ્યવાણી કરી છે. વિશ્વવિખ્યાત બેસ્ટસેલિગ પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડેડ’ ના લેખક અને જાણીતા રોકાણકાર રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર વૈશ્વિક અર્થતંત્ર પર તોળાઈ રહેલા મોટા સંકટ અંગે ગંભીર ચેતવણી આપી છે. ૨૦૦૮ની મહામંદી અંગે પણ કિયોસાકી દ્વારા જ ભવિષ્યવાણી કરવામાં આવી હતી. પરંતુ હવે તેના કરતા પણ ભયાનક વૈશ્વિક મહામંદીના એંધાણ હોવાની ચેતવણી આપી છે. કિયોસાકીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, વર્તમાન સમય બેંકમાં રોકડ રાખવાનો કે ગોલ્ડ-સિલ્વર ETF જેવા રોકાણો પર ભરોસો કરવાનો નથી. તેના બદલે રોકાણકારોએ અસલી સોનું, ચાંદી, બિટકોઈન અને એથેરિયમ ખરીદવા જાેઈએ. તેમણે જણાવ્યું કે તેઓ પોતે પણ સતત આ એસેટ્સ ઉપરાંત રિયલ એસ્ટેટ અને ઓઈલમાં રોકાણ વધારી રહ્યા છે.

કિયોસાકીએ કહ્યું કે ૨૦૦૮માં સીએનએન પર વુલ્ફ બ્લિટ્ઝર સાથેની મુલાકાતમાં તેમણે અમેરિકાની સૌથી જૂની બેંકોમાંની એક ‘લેહમેન બ્રધર્સ’ નાદારી નોંધાવશે તેવી આગાહી કરી હતી, જે સાચી પડી હતી. તેમના મતે, ૨૦૦૮માં સબ-પ્રાઈમ મોર્ટગેજ ડેરિવેટિવ બજાર તૂટવાથી દુનિયા હચમચી ગઈ હતી, પરંતુ આજે આપણે જે ક્વાડ્રિલિયન ડોલરના ડેરિવેટિવ માર્કેટના સંકટ તરફ જઈ રહ્યા છીએ, તે ૨૦૦૮ કરતાં પણ વધુ વિનાશક સાબિત થશે. આર્થિક તબાહીનું ગણિત સમજાવતા કિયોસાકીએ અમેરિકી સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ અને બ્લેકરોક જેવી મોટી સંસ્થાઓ પર આકરા પ્રહારો કર્યા છે. રોજગાર પર વાત કરતા કિયોસાકીએ કહ્યું કે, જેમ લોકો ફ્રેન્ચ ફ્રાઈસ ખાય છે, તેમ છૈં લોકોની નોકરીઓને ગળી જશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution