IBM કર્મચારીઓને આદેશ: અન્ય દેશમાં ટ્રાન્સફર લો અથવા નોકરી છોડો 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, નવેમ્બર 2026  |   1782

અમેરિકામાં કારકિર્દી બનાવવાનું સપનું જાેતા વિદેશી ટેક પ્રોફેશનલ્સ માટેIBM એક મોટો ર્નિણય ચિંતાનું કારણ બન્યો છે.H-1B અમેરિકામાં પોતાના કન્સલ્ટિંગ વિભાગની મોટાભાગની જગ્યાઓ માટે નવા વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ પર રોક લગાવી છે. આ ર્નિણયની અસર ખાસ કરીને ૐ-૧મ્ વિઝા પર કામ કરતા વિદેશી કર્મચારીઓ પર પડી શકે છે. અસરગ્રસ્ત કર્મચારીઓને કંપનીમાં અન્ય દેશમાં ટ્રાન્સફર થવા અથવા નોકરી છોડવાનો વિકલ્પ આપવામાં આવ્યોના અહેવાલ છે. કર્મચારીઓને ર્નિણય લેવા માટે આશરે ત્રણ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. અમેરિકામાં ન રહેવાનો ર્નિણય કરનારા કર્મચારીઓને ત્રણ મહિનાનું સેવરન્સ પેકેજ મળી શકે છે, જ્યારે તેમની નોકરી ૩૧ ડિસેમ્બરથી સમાપ્ત થવાની શક્યતા છે. આ ર્નિણયથી ભારતીય કર્મચારીઓમાં ખાસ ચિંતા ઊભી થઈ શકે છે. એક અનામી વર્કપ્લેસ ફોરમ પર એક ૈંIBM કર્મચારીએ દાવો કર્યો હતો કે અમેરિકા છોડીને ભારત પરત ફરવાથી પગારમાં ૮૦ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. જાેકે આ વ્યક્તિગત દાવો છે અને તે તમામ કર્મચારીઓ માટે લાગુ પડતો નથી. કંપનીના જણાવ્યા અનુસાર, આ ર્નિણય કુશળ કર્મચારીઓની અછતને કારણે નહીં, બદલાતી ભરતી જરૂરિયાતો, ઉપલબ્ધ સ્કિલ્સ અને ગ્રાહકોની બદલાતી માંગને કારણે લેવામાં આવ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution