શેરબજારમાં નાણાં રોકવાથી ઉંચુ વળતર મળશે એવી લોભામણી લાલચ આપીને વૃદ્ધ સાથે ૧ કરોડથી વધુની છેતરપિંડી આચરાઈ
29, માર્ચ 2025 1089   |  

અમદાવાદ શેરબજારમાં નાણાં રોકવાથી ઉંચુ વળતર મળશે એવી લોભામણી લાલચ આપીને શહેરના એક રહેવાસી સાથે રૂ. ૧,૩૫,૨૯,૮૧૭ ની છેતરપિંડી કરનારા શખ્સો સામે સાયબર ક્રાઈમ પોલીસમાં ગુનો નોંધાયો છે.આ અંગે સેટેલાઈટમાં રહેતા સુરજીતદાસ એસ.દાસે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. આ કેસની વિગત મુજબ અજાણ્યા મોબાઈલ ધારકે પોતાની ઓળખ પ્રિયા મહેતા તરીકેની આપીને પોતે સ્ટોક એડવાઈઝર છે અને શેર માર્કેટને લગતા મેસેજ કરી સલાહ સુચન આપતા હોવાનું કહીને સુરજીતદાસને વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા. બાદમાં ગ્રુપના અન્ય એડમિનોએ ગ્રુપમાં શેર બજારમાં રોકાણ કરવા માટેની ટિપ્સ આપીને આ ગ્રુપમાં હાલમાંશેર બજારમાં રોકાણ કરવાથી ફાયદો થશે તેમ જણાવ્યું હતું.તે સિવાય વો્ટએપ ધારક પ્રિયા મહેતાએ પ્લે સ્ટોર પરથી વેબસાઈટ ડાઉનલોડ કરાવી હતી. જેમાં ફરિયાદી સુરજીતદાસને રજીસ્ટર્ડ કરાવીને તેના કહેવા પ્રમાણે શેર માર્કેટમાં ટ્રેડિંગ કરાવ્યું હતું. આરોપીઓએ શેર બજારમાં રોકાણ કરવાની ટિપ્સ આપીને શેર માર્કેટ અને આઈપીઓમાં રોકાણ કરવાથી ઉંચુ વળતર મળશે કહીને સુરજીતદાસ પાસેથી જુદી જુદી રકમ તોઓના જણાવેલા જુદા જુદા બેન્ક ખાતાઓમાં કુલ રૂ. ૧,૩૫,૨૯,૮૧૭ ની રકમ ટ્રાન્સફર કરાવી લઈને છેતરપિંડી કરી હતી. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધ હાથ ધરી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution