દિલ્હી-

ભારતના સૌથી મોટા ધનાઢ્ય અને વિશ્વના હાલ ચોથા ક્રમના સૌથી મોટા ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના ભાઇ અને રિલાયન્સ કોમ્યુનિકેશનના ચેરમેન અનિલ અંબાણીને આજે દિલ્હી હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દિલ્હી હાઇકોર્ટે અનિલ અંબાણી વિરુદ્ધ વ્યક્તિગત નાદારીની કાર્યવાહી પર મનાઇ હુકમો કર્યો છે.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં ઉદ્યોગપતિ અનિલ અંબાણી સામે વ્યક્તિગત નાદારીની કાર્યવાહી શરૂ કરવા અરજી કરી હતી તેને નાદારી કોર્ટે મંજૂર રાખી હતી.

આ કેસની માહિતી મુજબ વર્ષ 2016માં રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને રિલાયન્સ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રૂ.1200 કરોડની લોન આપવા માટે અનિલ અંબાણીએ વ્યક્તિગત ગેરંટી આપી હતી. ત્યારબાદ કંપની આ લોનની પરત ચૂકવણીમાં ડિફોલ્ટ થતા એસબીઆઇએ પર્સનલ ગેરંટી આપનાર અનિલ અંબાણી વિરુદ્ધ પર્સનલ બેન્કરપ્સીની કાર્યવાહી શરૂ કરવા નાદારીની કોર્ટે NCLTમાં અરજી કરી હતી જેને મંજૂર કરાઇ છે. નાદારીની કોર્ટે આપેલા આદેશ વિરુદ્ધ અનિલ અંબાણીએ દિલ્હી હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. તેણે પોતાની પિટિશનમાં બિઝનેસમેન લલિત જૈનના કેસનો ઉલ્લેખ કર્યો છે. તે કેસમાં પણ દિલ્હી હાઇકોર્ટે નાદારીની કાર્યવાહી કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો,