લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, ઓગ્સ્ટ 2026 |
2772
નેપાળમાં બુધવારના ભયાનક પૂર પછી ચીને ભોટેકોશી નદીમાં ફરી મોટા પૂરની ચેતવણી આપી છે. ચીનથી મળેલી માહિતી મુજબ, રસવાગઢી બોર્ડરથી લગભગ ૧૮ કિમી ઉપર લ્હેંદે નદીમાં પાણી રોકાવાથી તળાવ બની ગયું છે. પ્રશાસને નીચાણવાળા વિસ્તારોના લોકોને નદી કિનારેથી દૂર સુરક્ષિત જગ્યાએ જવાની સલાહ આપી છે. લગભગ ૦.૧૧ ચોરસ કિમીમાં બનેલું આ તળાવ તૂટશે તો ભોટેકોશીમાં ફરીથી તેજ પૂર આવી શકે છે. નેપાળ પોલીસના ગુરુવાર સાંજે ૫ વાગ્યા સુધીના અહેવાલ મુજબ, પૂરમાં ૩૫૯ લોકોના મોત થયા છે. ૮ જિલ્લામાંથી મૃતદેહો મળ્યા છે, જેમાં સૌથી વધુ ચિતવનમાં ૧૩૨ છે. પૂર પછી લગભગ ૧,૫૦૦ લોકો ગુમ છે. આમાં ૨૮૮ ભારતીયો પણ સામેલ છે. જ્યારે, ૨૧ ભારતીયોને બચાવવામાં આવ્યા છે, જેમાંથી ૧૧ની ઓળખ થઈ ચૂકી છે.ન્યૂયોર્કના મેયર જાેહરાન ક્વામે મમદાનીએ નેપાળ-તિબેટ સરહદ પર આવેલા ભયાનક પૂરથી થયેલી જાનહાનિ પર દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે પૂરમાં સેંકડો લોકોના જીવ ગયા છે અને ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે.