/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ગોત્રી હોસ્પિટલમાં દર્દીને ઇન્ફેક્શન વધતાં તાળવાનો ભાગ અને ૪ દાંત દૂર કરાયા

વડોદરા : શહેરમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓમાં નહીવત ઘટાડો થયો છે. જેમાં સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં કુલ ૩૨૭ દર્દીઓ નોંધાયા છે. મંગળવારે સયાજી હોસ્પિટલમાં મ્યુકોરના નવા ૬ અને ગોત્રી હોસ્પિટલમાં નવા ૪ મળી કુલ ૧૦ દર્દીઓ નોંધાયા હતાં.

જે કાલ કરતાં ચાર દર્દીઓ ઓછા નોંધાયા છે. આજે દિવસ દરમિયાન બંને હોસ્પિટલોમાં કુલ ૩૪ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતાં. જેમાં ગોત્રી હોસ્પિટલમાં એક દર્દીને ફંગસનું ઇન્ફેક્શન વધી જવાથી તાળવાનો ભાગ તથા ચાર દાંતના ઓપરેશન કરી કાઢવામાં આવ્યા હતાં.

સયાજી હોસ્પિટલમાં આજે નવા ૬ દર્દીઓ સાથે કુલ સંખ્યા ૨૩૭ થઇ હતી. જ્યારે ગોત્રી હોસ્પિટલમાં નવા ચાર દર્દીઓ સાથે કુલ સંખ્યા ૯૦ થઇ હતી. બંને મળી મ્યુકોરના કુલ ૩૨૭ દર્દીઓ શહેરમાં નોંધાયા છે. આ દર્દીઓ પૈકી બન્ને હોસ્પિટલોમાંથી કુલ ૨૩ દર્દીઓની બાયોપ્સી કરાવવામાં આવી છે. જ્યારે ૩૪ દર્દીઓના મેજર અને માઇનોર ઓપરેશન કરવામાં આવ્યા હતાં. એક દર્દીને ફંગસનું ઇન્ફેક્શન તાળવાના ભાગ સુધી પહોંચી જતા આજે તજજ્ઞ તબિબ ટીમે આ દર્દીના તાળવાનું ઓપરેશન કરી ઉપરના ચાર દાંત કાઢી તાળવા સુધી પહોંચેલા ફંગસ ઇન્ફેક્શન સાફ કરી અસરગ્રસ્ત એટલા ભાગને કાઢી લેવામાં આવ્યો હતો. જાેકે દર્દીની હાલત સ્થિર હોવાનું તબિબ સુત્રોએ જણાવ્યું હતું. આજે સયાજી હોસ્પિટલમાંથી સાજા થયેલા પાંચ તથા ગોત્રી હોસ્પિટલમાંથી બે દર્દીઓ મળી કુલ સાત દર્દીઓને રજા આપવામાં આવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution