ઈરાન પર બહરીન અને કુવૈતનો હુમલો 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, જુલાઈ 2026  |   3069

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો તણાવ હવે અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. બહરીન અને કુવૈતે ઈરાનની અંદર ઘૂસીને સૈન્ય ઠેકાણાઓ પર પહેલીવાર સીક્રેટ એરસ્ટ્રાઈક કરી છે. આ ગુપ્ત ઓપરેશનમાં સંયુક્ત આરબ અમીરાતે ગુપ્ત જાણકારી અને એર કવર આપીને મદદ કરી. બીજી બાજુ અમેરિકાએ ઈરાનની નાકાબંધી તોડી રહેલા જહાજાે પર કાર્યવાહી તેજ કરી છે. ઈરાને પણ બહરીન, કુવૈત અને ઈરાકમાં રહેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર ભારે ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા છે. જેના કારણે વસ્તારમાં તબાહી જ તબાહી જાેવા મળી છે. 

બહરીન અને કુવૈતે પહેલીવાર સીધું ઈરાનમાં અંદર બનેલા મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ સેન્ટરોને ટાર્ગેટ કર્યા છે. આ સમગ્ર સીક્રેટ ઓપરેશનમાં યુએઈએ પડદા પાછળની ભૂમિકા ભજવીને ગુપ્ત જાણકારી આપી અને બહરીન-કુવૈતના ફાઈટર વિમાનોને હવાઈ સુરક્ષા પૂરી પાડી. બહરીન અને કુવૈતની વાયુસેના ખુબ નાની છે પરંતુ સતત થઈ રહેલા ઈરાની હુમલાઓના જવાબમાં તેમણે આ મોટું પગલું ભરવું પડ્યું. 

ઈરાને પણ આ હુમલાઓ બાદ આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાનના રેવોલ્યુશનરી ગાર્ડ્સે દાવો કર્યો છે કે તેમણે બહરીન, કુવૈત અને જાેર્ડનમાં રહેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર તાબડતોબ ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા છે. કુવૈતમાં કેમ્પ ઉદૈરી અને અલી અમ સાલેમ એરબેસને ટાર્ગેટ કરવાનો દાવો કર્યો છે. અમેઝોનના એક ડેટા સેન્ટર ઉપર પણ હુમલાના સમાચાર છે. ઈરાનનું કહેવું છે કે અમેરિકા જેનો પણ ઉપયોગ તેમના વિરુદ્ધ કરશે તે તેમનો કાયદેસર ટાર્ગેટ બનશે. ફારસની ખાડીમાં તણાવ ચરમસીમાએ છે. અમેરિકી સેનાએ સ્પષ્ટ કરી દીધુ છે કે તે ઈરાનના બંદરોની નાકાબંધી કોઈ પણ ભોગે તૂટવા નહીં દે. અમેરિકાએ ઓમાનની ખાડીમાં નાકાબંધી તોડવાની કોશિશ કરી રહેલા એમ/ટી લેવાઈન નામના એક વેપારી જહાજના એન્જિન પર ફાયરિંગ કરીને તેને બેકાર કરી દીધુ. 

અરામકો યમનના મિસાઈલ હુમલાથી ધણધણી ઊઠી

યમનના હુથી વિદ્રોહી જૂથ દ્વારા સાઉદી અરેબિયાના વિવિધ મહત્ત્વપૂર્ણ વિસ્તારોને લક્ષ્ય બનાવીને એક મોટો મિસાઈલ અને ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં દુનિયાની સૌથી મોટી ઓઈલ પ્રોડ્યુસિંગ કંપની ‘સાઉદી અરામકો’ના મુખ્ય ઓઇલ પ્લાન્ટ અને રિફાઇનરીઓને નિશાન બનાવવામાં આવી છે, જેના કારણે સમગ્ર સાઉદી અરેબિયામાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.યમન સરહદ નજીક આવેલા જીઝાન અને રેડ સીના કિનારે આવેલા ઔદ્યોગિક શહેર યાનબુમાં આવેલા અરામકોના ઠેકાણાઓ પર એકસાથે અનેક બેલિસ્ટિક મિસાઈલો અને વિસ્ફોટક ડ્રોન દ્વારા પ્રહાર કરાયા હતા. હુમલા બાદ સંબંધિત વિસ્તારોમાં મોટા વિસ્ફોટોના અવાજાે સંભળાયા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution