/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

છોટાઉદેપુર જિલ્લામાં સતત બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરશે

બોડેલી ,તા.૮

સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા માટે આપણા જિલ્લામાં આગામી તા.૧૫થી લગલગાટ બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરેક ગ્રામ પંચાયતમાં ફરવાની છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લાને બે આધુનિક પ્રકારના રથોની ફાળવણી કરવામાં આવી છે. આ રથ તા. ૧૫ નવે.થી આપણા ગામમાં આગમન સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ ફરશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારૂ સંચાલન માટે ગાંધીનગરથી વિકાસ કમિશનર દ્વારા એક વીસી યોજવામાં આવી હતી. જનસેવાના ઉદ્દેશ સાથે યોજનાર આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને આપવાના છે. યાત્રા દરમિયાન ૧૦૦% લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ આવરી લેવાના આયોજન સાથે યોજનાની માહિતી લોકો સુધી પહોંચે તે માટે ગામડાઓમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution