ભાવનગર લઠ્ઠાંકાંડનો રેલો છેક અમદાવાદ પહોંચ્યોં : ધોલેરામાંથી દારૂની બોટલ ઝડપાઇ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, ઓગ્સ્ટ 2026  |   1980

ભાવનગરમાં સાત લોકોનો ભોગ લેનારા ચર્ચિત ઝેરીલા દારૂકાંડનો રેલો અમદાવાદ સુધી આવ્યો છે. અમદાવાદ જિલ્લાના. ધોલેરાના પિંગલેશ્વર નજીક મિંગળપૂર ગામ ખાતે આવેલી શૈલેષ મેરની વાડીમાંથી શંકાસ્પદ દારૂની ૨૪ બોટલો ઝડપાઈ છે, જે શૈલેષે ભાવનગરના બુટલેગર જયદીપ પાસેથી મેળવી હતી. પ્રાથમિક તપાસમાં ધોલેરાથી મળેલી આ બોટલો અને ભાવનગરમાં લઠ્ઠાકાંડ સર્જનાર દારૂની બોટલો એક જ બેચની હોવાની આશંકા સેવાઈ રહી છે. આ જ બેચનો ઝેરી દારૂ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ ઘૂસી ગયો હોવાની ગંભીર શંકાને પગલે પોલીસે તમામ બોટલોને હ્લજીન્ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ખાતે મોકલી આપી છે. હ્લજીન્નો રિપોર્ટ આવ્યા બાદ જ અમદાવાદમાં આ નકલી અને ઝેરી દારૂનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થશે. ભાવનગર શહેરમાં નકલી દારૂના સેવનથી હાહાકાર મચી ગયો છે. કલેક્ટર દ્વારા આપેલી માહિતી મુજબ, આ ડુપ્લીકેટ દારૂના સેવનના કારણે અત્યાર સુધીમાં ૭ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. આ ઉપરાંત, ડુપ્લીકેટ રોયલ સ્ટેગ દારૂ પીવાના કારણે ૩૯ લોકોની તબિયત લથડતા તેઓને શહેરની અલગ-અલગ ૫ હોસ્પિટલોમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution