લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, સપ્ટેમ્બર 2026 |
2871
મુખ્ય ચૂંટણી કમિશનર સામેના આરોપો અને એસઆઇઆર અંગેના વિવાદો વચ્ચે, ચૂંટણી પંચે ૨૬ સપ્ટેમ્બરના રોજ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
સીઇસી અને બંને ચૂંટણી કમિશનરો હાજર હતા. સમગ્ર કમિશનની સર્વસંમતિથી, એસઆઇઆર અંગે મોટા ર્નિણયો લેવામાં આવ્યા. ર્નિણયમાં જણાવાયું હતું કે બીએલઓ વ્યક્તિગત રીતે એસઆઇઆર નોટિસ મેળવનારા લોકોના ઘરની મુલાકાત લેશે, અને બીએલઓ દસ્તાવેજાે એકત્રિત કરશે અને ઇસીઆઇએનઇટી પર અપલોડ કરશે. એસઆઇઆર સંબંધિત મુખ્ય ર્નિણયો જાેઇએ તો બીએલઓ વ્યક્તિગત રીતે એવા લોકોના ઘરની મુલાકાત લેશે જેમને એસઆઇઆર દરમિયાન મેપ ન કરાયેલ અથવા તાર્કિક વિસંગતતાઓને કારણે નોટિસ મળી હતી. બીએલઓ દસ્તાવેજાે એકત્રિત કરશે અને ઇસીઆઇએનઇટી પર અપલોડ કરશે. આવા વ્યક્તિઓને સુનાવણી માટે ઇઆરઓ/ એઇઆરઓ ઓફિસમાં બોલાવવામાં આવશે નહીં. ફક્ત અપવાદરૂપ સંજાેગોમાં ઇઆરઓના ર્નિણયના આધારે સુનાવણી યોજવામાં આવશે, અને તે પણ ઓનલાઈન. જાે જરૂરી હોય તો, મતદાર વતી પરિવારનો કોઈપણ પુખ્ત સભ્ય સુનાવણીમાં ભાગ લઈ શકે છે. ઓનલાઈન સુનાવણી સુવિધાઓ મજબૂત કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે એસઆઇઆર માટે ફોર્મ ૬ સાથે જાેડાયેલ ઘોષણા ફોર્મ જાળવી રાખ્યું છે. એસઆઇઆર સિવાયના સમયગાળા માટે, જૂના નિયમો (રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટર્સ રૂલ્સ ૧૯૬૦) જેવા જ ફોર્મનો ઉપયોગ કરવામાં આવશે.ક્ષેત્ર અધિકારીઓને ઇસીઆઇએનઇટીની ભૂમિકા-આધારિત ઍક્સેસ છે.