/
જિલ્લામાં સતત ચાર દિવસ સુધી વીજચેકિંગ કરી ૪૮ લાખ રૂપિયાની વીજ ગેરરીતિ ઝડપી પાડી

સુરેન્દ્રનગર ઃ સુરેન્દ્રનગર પીજીવીસીએલએ સાયલામાં સપાટો બોલાવ્યો હતો. જેમાં ૧૧ ટીમે ચેકીંગ કર્યું હતું. જેમાં ૨૬ વીજચોરી કરનારાઓને રૂ. ૧૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે લખતર પંથકમાં ૧૩ જેટલા ગેરકાયદેસર કનેક્શન પકડી કુલ રૂ.૩૩ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં જેમાં વીજચોરી નહી કરનારા પણ ભોગ બન્યાની રાવ ઉઠવા પામી હતી.

સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલએ ચેકીંગ હાથ ઘર્યું હતું. જેમાં લખતરના ઇંગરોળી, લીલાપુર અને સાવલાણામાં વીજ ચેકીંગ હાથ ધર્યું હતું. વધુમાં જયોતિગ્રામ યોજનાની લાઈનમાંથી મોટી વીજચોરી પકડાઈ હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને ગ્રામ જયોતી અંતર્ગત વીજ પુરવઠો આપવામાં આવે છે.જેમાં વીજ ચેકિંગ કરતી ટીમોએ વીજ ચોરી પકડી પાડી વિજિલન્સ ટીમોએ ૧૩ જેટલા ગેરકાયદેસર કનેક્શન પકડ્યા હતા. અને વીજ ચોરોને રૂ. ૩૩ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. છેલ્લા ચાર દિવસથી સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિજચેકીંગ ચાલી રહ્યું છે. આ કાર્યવાહીથી વીજ ચોરો ફફડાટ જાેવા મળ્યો હતો. જ્યારે સાયલામાં ૧૧ ટીમે ચેકીંગ કર્યું, ૨૬ વીજચોરી કરનારાઓને રૂ. ૧૫ લાખનો દંડ ફટકાર્યો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution