બાયડ નગરપાલિકાના વોર્ડ-૩માં પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, સપ્ટેમ્બર 2026  |   3564

અરવલ્લી જિલ્લાના બાયડ નગરપાલિકામાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ જાેવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય તેમજ પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત બાયડ નગરપાલિકાના વોર્ડ નં. ૩ ની ખાલી પડેલી એક બેઠક માટે પેટાચૂંટણી યોજાશે.

આ સમાચાર પોસ્ટરમાં ‘ચૂંટણી કાર્યક્રમ‘ નું સમયપત્રક પણ વિગતે આપ્યું છે: ચૂંટણી જાહેરનામું: ૧૬-૦૯-૨૦૨૬ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ: ૨૬-૦૯-૨૦૨૬ ઉમેદવારી પત્રોની ચકાસણી: ૨૮-૦૯-૨૦૨૬ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ: ૨૯-૦૯-૨૦૨૬ મતદાન: ૧૧-૧૦-૨૦૨૬ (રવિવાર) જાે જરૂર પડે તો પુન: મતદાન: ૧૨-૧૦-૨૦૨૬ મતગણતરી: ૧૩-૧૦-૨૦૨૬ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તારીખ: ૧૫-૧૦-૨૦૨૬ બાયડ નગરપાલિકાના વોર્ડ નં. ૩ ની ખાલી પડેલી બેઠક માટે પેટાચૂંટણી જાહેર થતાં બાયડ શહેરના રાજકીય વર્તુળોમાં હલચલ શરૂ થઈ ગઈ છે અને હવે વિવિધ પક્ષો તથા સંભવિત ઉમેદવારોની ગતિવિધિઓ પર સૌની નજર રહેશે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution