ટી૨૦ વર્લ્ડ કપ જીતવા બદલ સેલેબ્સે અભિનંદન પાઠવ્યા
30, જુન 2024


ટીમ ઈન્ડિયાએ ૨૯ જૂને બાર્બાડોસમાં આયોજિત ફિનાલેમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ્‌-૨૦ વર્લ્ડ કપ જીતી લીધો છે. ટીમ ઈન્ડિયાના ચેમ્પિયનશિપ જીતવા પર ભારત સહિત બોલિવૂડના ઘણા સ્ટાર્સે ટીમને અભિનંદન પાઠવી ખુશી વ્યક્ત કરી છે. સ્ટેડિયમમાંથી વાઇરલ થયેલી વિરાટ કોહલીની એક તસવીર પણ ચર્ચામાં છે, જેમાં તે જીત બાદ પત્ની અનુષ્કા શર્મા અને બાળકો સાથે વીડિયો કોલ કરીને ભાવુક થતો જાેવા મળી રહ્યો છે.

બીજી તરફ અનુષ્કા શર્માએ મેચ બાદ એક પોસ્ટ દ્વારા દીકરી વામિકા માટે ચિંતા વ્યક્ત કરી છે. અમિતાભ બચ્ચને ભારતની જીત પર લખ્યું છે કે, તેમણે મેચ નથી જાેઈ, કારણ કે તેમનું માનવું છે કે જાે તેમણે મેચ જાેઈ હોત તો ટીમ હારી ગઈ હોત. આ સાથે સલમાન ખાન, અજય દેવગન, આલિયા ભટ્ટ સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સે પણ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે.

હાલમાં જ બાર્બાડોસના સ્ટેડિયમમાંથી વિરાટ કોહલીનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તે જીત બાદ તરત જ તેની પત્ની અનુષ્કા શર્મા સાથે વીડિયો કોલ કરતો જાેવા મળી રહ્યો છે. આ દરમિયાન વિરાટ અનુષ્કાને ચીડવતો અને જીતની જાહેરાત કરતો જાેવા મળે છે. આ પછી અનુષ્કાએ વિરાટની એક તસવીર શેર કરી અને લખ્યું, ‘અને... હું આ વ્યક્તિને પ્રેમ કરું છું. તમને મારું ઘર કહેવા બદલ આભાર. હવે જાઓ અને મારા માટે આ સેલિબ્રેશન કરવા માટે સ્પાર્કલિંગ વોટરથી ભરેલો ગ્લાસ પીઓ.

ટીમ ઈન્ડિયાની તસવીર શેર કરીને અનુષ્કાએ પોતાની દીકરી વામિકાની સૌથી મોટી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે, ‘અમારી દીકરીની સૌથી મોટી ચિંતા એ છે કે બધા ખેલાડીઓ રડ્યા પછી તેમને શાંત કરવા કોણ ગળે લગાવશે. હા, માય ડિયર, તેમને ૧.૫ અબજ લોકોએ ગળે લગાવ્યા છે. શું વિજય હતો અને શું દંતકથારૂપ સિદ્ધિ છે. અભિનંદન ચેમ્પિયન્સ.’

અમિતાભ બચ્ચને ટીમ ઈન્ડિયાની જીત પર એક બ્લોગ શેર કર્યો અને લખ્યું, એકસાઈટમેન્ટ, ઈમોશન્સ અને આશંકા. બધું થઈ ગયું અને પૂરું પણ થઈ ગયું. ટીવી જાેયું નથી, કારણ કે જ્યારે હું જાેઉં છું ત્યારે આપણે હારીએ છીએ. ટીમ ઈન્ડિયાના આંસુ સાથે તાલમેળ મેળવતાં મને પણ આંસુ આવી ગયા, મગજમાં બીજું કંઈ આવતું જ નથી.’

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution