બેઇજિંગ-

ઓગસ્ટ મહિનામાં ચીનની અમેરિકામાં થયેલી નિકાસ ૫૧.૭ અબજ ડોલર રહી છે. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૧૫.૫ ટકા અને જુલાઇ, ૨૦૨૧ની સરખામણીમાં ૧૩.૪ ટકા વધારે છે. અમેરિકા દ્વારા ટેરિફમાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં ચીનની અમેરિકામાં થયેલી નિકાસમાં વૃદ્ધિ જાેવા મળી છે. જ્યારે બીજી તરફ ઓગસ્ટમાં અમેરિકાથી ચીનમાં થયેલી આયાત ૧૪ અબજ ડોલર રહી છે. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૩૩.૩ ટકા અને જુલાઇ, ૨૦૨૧ની સરખામણીમાં ૨૫.૫ ટકા વધારે છે.કોરોના વાઇરસના ડેલ્ટા વેરિયન્ટને કારણે ઉભા થયેલા અવરોધો છતાં ઓગસ્ટ મહિનામાં ચીનની આયાત અને નિકાસમાં વધારો જાેવા મળ્યો છે. ઓગસ્ટ મહિનામાં ચીનની નિકાસ ૨૯૪.૩ અબજ ડોલર રહી છે. જે ગયા વર્ષના ઓગસ્ટ મહિના કરતા ૨૫.૬ ટકા વધારે છે. જ્યારે જુલાઇ, ૨૦૨૧ કરતા ઓગસ્ટ, ૨૦૨૧ની નિકાસ ૧૮.૯ ટકા વધારે છે. ઓગસ્ટ, ૨૦૨૧માં ચીનની નિકાસ ૨૩૬ અબજ ડોલર રહી છે. જે ગયા વર્ષના ઓગસ્ટ મહિનાની સરખામણીમાં ૩૩.૧ ટકા વધારે છે. જ્યારે જુલાઇ, ૨૦૨૧ કરતા ૨૮.૭ ટકા વધારે છે. ગયા વર્ષના વૈશ્વિક આર્થિક શટડાઉન અને ચાલુ વર્ષે ફરીથી કોરોનાની લહેરને કારણે ઔદ્યોગિક ઉત્પાદન ચેઇનમાં અવરોધ ઉભો થયા છતાં નિકાસ અને અયાતના પ્રોત્સાહક આંકડા જાહેર કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.