ચીનના રોબોટે ૧૦૦ મીટર રેસમાં રેસર ઉસેન બોલ્ટનો રેકોર્ડ તોડ્યો 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓગ્સ્ટ 2026  |   4158

માનવ ઇતિહાસમાં જે સ્પીડને અશક્ય માનવામાં આવતી હતી, તે સીમાચિહ્નને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સે પાર કરી લીધું છે. સ્માર્ટફોન નિર્માતા કંપની ૐર્ર્હિ દ્વારા વિકસાવવામાં આવેલા હ્યુમનોઇડ રોબોટ ‘લાઇટનિંગ’એ ૧૦૦ મીટરની દોડ માત્ર ૯.૩૨ સેકન્ડમાં પૂરી કરીને માનવ વર્લ્ડ રેકોર્ડને પાછળ છોડી દીધો છે. શનિવારથી શરૂ થઈ રહેલી બીજી વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ ગેમ્સ માટેના ઈવેન્ટ દરમિયાન આ રોબોટે દોડ લગાવી હતી. આ ટ્રાયલ દરમિયાન લાઇટનિંગ રોબોટે ૧૪.૫ મીટર પ્રતિ સેકન્ડની પીક સ્પીડ હાંસલ કરી હતી. આ અસાધારણ પ્રદર્શને જમૈકાના મહાન દોડવીર ઉસેન બોલ્ટ દ્વારા ૧૭ વર્ષ પહેલાં બર્લિન ખાતે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સ્થાપિત ૯.૫૮ સેકન્ડના ૧૦૦ મીટર મેન્સ વર્લ્ડ રેકોર્ડને પાછળ છોડી દીધો છે. આ પહેલી વાર નથી જ્યારે આ રોબોટે પોતાની સ્પીડથી સૌને આશ્ચર્યમાં મૂક્યા હોય. અગાઉ એપ્રિલ મહિનામાં યોજાયેલી ૨૧ કિમીની બેઇજિંગ હાફ મેરેથોનમાં પણ લાઇટનિંગ વિજેતા બન્યો હતો. તેણે આ અંતર માત્ર ૫૦ મિનિટ અને ૨૬ સેકન્ડમાં પૂરું કર્યું હતું, જે એલિટ પુરુષ માનવ વર્લ્ડ રેકોર્ડની ગતિ કરતાં પણ વધુ ઝડપી હતું. ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝનના અહેવાલ અનુસાર, જ્યારે રોબોટે હાફ મેરેથોન દોડી હતી ત્યારે તેની કુલ ઊંચાઈ ૧૬૯cm અને તેના પગની લંબાઈ ૯૫cm હતી. આગામી રોબોટ ગેમ્સ માટે સંશોધકોએ તેના પગની લંબાઈમાં વધુ ૧૦cm  નો વધારો કર્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution