CJP  નેતા આશુતોષ રાંકાની ગુવાહાટીથી અટકાયત કરાઇ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, સપ્ટેમ્બર 2026  |   2673

આસામના ગુવાહાટી ખાતેથી કોકરોચ જનતા પાર્ટીના સહ-સ્થાપક આશુતોષ રાંકા અને તેમના સાથી કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી છે. પક્ષની પ્રથમ પ્રાદેશિક બેઠક શરૂ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા આ આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટના બાદ સંગઠનના સ્થાપકે દાવો કર્યો છે કે પોલીસ ટીમને કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે અને વકીલોને પણ તેમની મુલાકાત કરવા દેવામાં આવી રહી નથી.

કોકરોચ જનતા પાર્ટીની પ્રથમ પ્રાદેશિક બેઠકમાં ભાગ લેવા માટે આશુતોષ રાંકા પોતાની ટીમ સાથે ૨૬ સપ્ટેમ્બરના રોજ આસામ પહોંચ્યા હતા. આ બેઠક આસામ સચિવાલય નજીક એક ખાનગી સ્થળે યોજાવાની હતી, જેમાં રાજ્યમાં આવેલા પૂરની સ્થિતિ, મતદાર યાદી સુધારણા અને સંગઠનના વિસ્તરણ અંગે ચર્ચા થવાની હતી. આ બેઠકમાં આશરે ૨૦૦ થી ૩૦૦ જેટલા કાર્યકરો હાજર રહેવાના હતા, પરંતુ કાર્યક્રમ શરૂ થાય તે પૂર્વે જ પોલીસે ત્યાં પહોંચીને તમામની અટકાયત કરી લીધી હતી.અટકાયત દરમિયાન એક વાહનમાં બેસીને વીડિયો સંદેશ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા જનતાની સામે સત્ય બહાર આવવાથી ડરી ગયા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution