લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, સપ્ટેમ્બર 2026 |
5247
ચરોતરમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ મહેર કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાબ પામી છે જ્યારે ખેડૂતોમાં પણ કીર્તિ પાકને નવજીવન મળતાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ખેતી પાકને પાણીની જરૂર વધારે હતી ત્યારે લાંબા સમયના વિરામ બાદ ફરી ગુજરાત ઉપર સર્જાયેલી પાંચ સક્રિય સિસ્ટમને કારણે આગામી સપ્તાહ સુધી ભારેથી મધ્યમ વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે સવારથી વાદળો વધારે છવાઈ જતા સામાન્ય વરસાદના છાંટા પડયા હતા. જાેકે, દિવસ પર ધૂંધળું વાતાવરણ રહ્યા બાદ સમી સાંજે ૬ વાગ્યા બાદ ફરીથી ઝરમર વરસાદ શરૂ થયો હતો અને સાંજે સાડા છ વાગ્યે ગાજવીજ સાથે જાેરદાર ઝાપટું પડતાં ગરમી અને ઉકળાટથી જનજીવનને રાહત મળી હતી.
આણંદ કૃષિ યુનિવર્સિટીના હોમન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા દસેક દિવસથી મહત્તમ તાપમાનનો પારો ૩૫ ડિગ્રીની આસપાસ રહ્યો છે. જેથી ઉનાળા જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આજનું મહત્તમ તાપમાન પણ ૩૫ ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ૨૭.૫ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૮૫ ટકા તેમજ પવનની દિશા દક્ષિણ પશ્ચિમ રહેવા પામી હતી. ભારત મોસમ વિભાગની આગાહી મુજબ આણંદ-ખેડા જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન હવામાન મુખ્યત્વે ભેજવાળું અને વાદળછાયું રહેવાની સંભાવના છે જેમાં હળવા થી મધ્યમ વરસાદ તેમજ છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ખેડા જિલ્લામાં એકાએક વાતાવરણમાં નાટકનું પરિવર્તન આવ્યું હતું વહેલી સવારે સામાન્ય ઝાપટા વરસ્યા હતા. જ્યારે સાંજ પડતા જ સમગ્ર જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. જેમાં નડિયાદ શહેરમાં માત્ર બે કલાકમાં જ બે ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો હતો. જ્યારે વસો તાલુકામાં દોઢ ઇંચ ઉપરાંત વરસાદ વરસ્યો હતો. કપડવંજમાં ૧૪ મિ. મિ., કઠલાલમાં ત્રણ મિ. મિ., અમદાવાદમાં ચાર મિ. મિ., ખેડામાં આઠ મિમી માતરમાં છ મહુધામાં પાંચ ઠાસરામાં ત્રણ અને ફાગવેલમાં બે મિ . મિ. વરસાદ નોંધાયો હતો. નડિયાદ શહેરમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. અને વીજપુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. દિવસભરના અસહ્ય ઉકળાટ અને બફારા બાદ સાંજે વરસેલી મેઘધારાએ વાતાવરણને ઠંડકથી તરબોળ કરી દીધું હતું. વરસાદના પ્રથમ ટીપાં ધરતીના ખોળે પડતાં જ માટીની મીઠી ભીની સુગંધ ચારેકોર પ્રસરી ગઈ હતી. ઘનઘોર વાદળો, પવનના સુસવાટા અને મેઘધારાએ સેવાલિયાની પ્રકૃતિને જાણે નવજીવનનો શણગાર પહેરાવ્યો હોય તેવો મનોહર નજારો સર્જાયો હતો. ગરમી અને બફારાથી ત્રસ્ત ગ્રામજનોએ પણ વરસાદમાં પલળી મોસમની મનમૂકીને મજા માણી હતી.