આબુ-

રાજસ્થાનમાં ઠંડીનો પ્રકોપ વધી ગયો છે રવિવારે રાત્રે માઉન્ટ આબુમાં તાપમાનનો પારો શૂન્ય ડીગ્રીથી નીચે ઉતરી ગયો હતો, જયારે રાજયના જુદા જુદા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું, જેનાથી રેલ સેવાઓ પર પણ અસર પડી હતી, અનેક ટ્રેનો રદ કરાઈ હતી. હવામાન વિભાગ અનુસાર રાજયના એક માત્ર પહાડી પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં રવિવારે રાત્રે તાપમાન 0.4 ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. મેદાની ભાગોમાં સીકરમાં ન્યુનતમ તાપમાન 4.5 ડીગ્રી, ફિલાનીમાં 6.4, જેસલમેરમાં 7.4, બિકાનેરમાં 7.6 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

પશ્ર્ચિમી રાજસ્થાનના બીકાનેર, ગંગાનગર, હનુમાનગઢ, સીકર જિલ્લામાં ગાઢ ધુમ્મસ રહ્યું હતું.ઉતર પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી લેફટીનન્ટ શશિકિરણના અનુસાર કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે.હરિયાણા અને પંજાબમાં પણ ગાઢ ધુમ્મસના પગલે વિમાન, રેલ્વે, માર્ગ પરિવહનને અસર થઈ હતી. હવામાન વિભાગે હરિયાણા અને પજાબમાં આગામી 48 કલાકમાં કયંક કયાંક ગાઢ ધુમ્મસની સંભાવના વ્યક્ત કરી છે. તા.17 અને 18 દરમિયાન શીત લહેરની પણ શકયતા છે.જયારે અમૃતસર આંતરરાષ્ટ્રીય વિમાન મથક, આદમપુર અને ચંડીગઢ આંતરરાષ્ટ્રીય વિમાન મથકો પર વિમાનોનું આવન-જાવન નહોતું થયું.