/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

શહેરામાં સંતરામ પુરના ધારાસભ્યની ઉપસ્થિતિમાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ

શહેરા, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે કિસાન સૂર્યોદય યોજનાનું શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે શહેરા તાલુકાના ૧૨ ગામોના ખેડૂતોને દિવસે વીજળી પિયત માટે મળી રહે તે માટે નગરપાલિકા ટાઉન હોલ ખાતે સાસંદ રતન સિંહ રાઠોડ અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં કિસાન સૂર્યોદય યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ, સાંસદ રતનસિંહ રાઠોડ તેમજ જીઇબીના અધિકારી, પદાધિકારીઓ, કલેકટર સહિત સ્ટેજ પરના મહાનુભાવો એ દીપ પ્રાગટ્ય કરીને કાર્યકમ ને ખુલ્લો મૂક્યો હતો. કિસાન સૂર્યોદય યોજના પારંભ થતા પ્રથમ તબક્કામાં તાલુકાના બોરીયાવી, છોગાળા, ચોપડાખુર્દ, ગાંગડીયા, ખટકપુર, ફખોજલવાસા, મહેલાણ, મીરાપુર, નાડા, નાંદરવા, સગરાડા, સાજીવાવ સહિત ૧૨ જેટલા ગામોના ખેડૂતોને દિવસ દરમિયાન વિજળી આપવામાં આવનાર છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution