કોંગ્રેસે ‘વંદેમાતરમ્’ના બે ટુકડા કર્યા બે છંદ ગાવાનો ર્નિણય રાષ્ટ્રવિરોધી 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, ઓગ્સ્ટ 2026  |   1683

‘વંદે માતરમ’ વિવાદ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. આજે શાહે એવી ટિપ્પણી કરી કે, કોંગ્રેસે ગઈકાલે રાષ્ટ્રવિરોધી ર્નિણય લીધો હતો. ‘વંદે માતરમ’ ના ફક્ત બે છંદ ગાવાનું પગલું રાષ્ટ્રવિરોધી છે. શાહે કહ્યું કે કોંગ્રેસે મુસ્લિમ સમુદાયને ખુશ કરવા માટે ૧૯૩૭ માં દેશના ભાગલાનો પાયો નાખ્યો હતો, જેના કારણે ‘દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત’ મજબૂત બન્યો, જેના કારણે દેશનું વિભાજન થયું અને પાકિસ્તાનનું નિર્માણ થયું. શાહે ભારપૂર્વક જણાવ્યું કે, મોદી સરકારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી તે ઐતિહાસિક ભૂલને સુધારી છે. ગૃહમંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, મોદી સરકારે ભૂતકાળની ભૂલ સુધારીને અને આખું ગીત ગવાય તેની ખાતરી કરીને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવી છે. અમે તમામ સરકારી કાર્યક્રમોમાં આખું ગીત ગાવાના ર્નિણયને કાનૂની સમર્થન પણ આપ્યું છે. કોંગ્રેસે આની અવગણના કરવાનો ર્નિણય લીધો છે. આ ર્નિણય સ્પષ્ટપણે તેમની તુષ્ટિકરણની નીતિને પ્રતિબિંબિત કરે છે. વોટ-બેંકની રાજનીતિ ખાતર, તેઓએ ‘બંકિમ બાબુ’ની અમર રચના તેમજ સ્વતંત્રતાનો નારા લગાવતી વખતે ફાંસી પર ચઢેલા તેમજ વર્ષો જેલમાં વિતાવેલા લાખો શહીદોનું ઘોર અપમાન કર્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution