લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, ઓગ્સ્ટ 2026 |
1584
દિલ્હી હાઇકોર્ટે લિવ-ઇન રિલેશનશિપને લઇને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. અદાલતે કહ્યું કે, સંમતિથી સાથે રહેતા પુખ્ત વયના લોકોના સંબંધમાં માતા-પિતા, સગા-સંબંધીઓ કે મિત્રો હસ્તક્ષેપ કરી શકે નહીં. પરિવારની ધમકીઓથી પરેશાન કપલને પોલીસ સુરક્ષા આપતા કોર્ટે તેને લગ્ન સમાન ગણાવ્યું છે. દિલ્હી હાઇકોર્ટે કહ્યું છે કે, સંમતિથી લિવ-ઇન રિલેશનશિપમાં રહી રહેલા પુખ્ત વયના લોકોનો સંબંધ લગ્ન સમાન છે. માતા-પિતા, સગા-સંબંધીઓ કે મિત્રો તેમની પસંદગીમાં હસ્તક્ષેપ કરી શકે નહીં, અને ન તો તેમના જીવન કે સ્વતંત્રતાને જાેખમ પહોંચાડી શકે છે. અદાલતે પરિવાર તરફથી ધમકીઓનો સામનો કરી રહેલા એક લિવ-ઇન કપલને પોલીસ સુરક્ષા પણ પૂરી પાડી છે. ન્યાયમૂર્તિ સૌરભ બેનરજીએ ૧૩ ઓગસ્ટે દંપતિની અરજી પર આ આદેશ પસાર કર્યો. અરજદાર દંપતિની ઉંમર ૩૦ વર્ષથી વધુ છે. તેમણે અદાલતને જણાવ્યું કે, તેઓ કેટલાક સમયથી સાથે રહી રહ્યા છે અને એકબીજા સાથે લગ્ન કરવાનો પણ ઈરાદો ધરાવે છે. અદાલતને જણાવવામાં આવ્યું કે, છોકરીના પિતા અને ભાઈ આ સંબંધથી ખુશ નહોતા, અને તેઓ સતત બંનેને હિંસાની ધમકી આપી રહ્યા હતા.