/
સોશ્યિલ મીડિયામાં વાયરલ મહુધા તા.પં.માં કોરોનાની ઐસી કી તૈસી!

મહુધા, તા.૧૫ 

મહુધા તાલુકા પંચાયતની આઈસીડીએસ ઓફિસમાં મહામારીના નિયમોને કોરાણે મૂકી બર્થ ડે પાર્ટીના સેલિબ્રેશનના ફોટોગ્રાફ્સ વાઇરલ થયાં હતાં. આઇસીડીએસના એક કર્મચારીએ ખુદ પોતાના સોશિયલ મીડિયા પર બર્થ ડે સેલિબ્રેશનના ફોટોગ્રાફ્સ મૂક્તાં લોકોએ ત્યાંથી તેને વાઇરલ કરી નાખ્યાં હતાં. વાઇરલ થયેલાં ફોટોગ્રાફ્સમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે, કોરોના કાળમાં સરકારી કચેરીઓમાં જ છડેચોક ગાઇડલાઇન્સનું બિન્ધાસ્ત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. એકબાજુ સરકાર રસ્તા પર પણ ફરજિયાત માસ્ક પહેરવાનું કહી રહી છે. લોકોને દંડી રહી છે ત્યારે સરકારના આ મુલાજિમો જ સરકારી કચેરીમાં માસ્ક પહેર્યાં વગર પાર્ટીઓ યોજી રહ્યાં છે. સૂત્રોનું કહેવું છે કે, મહુધા તાલુકા પંચાયતની આઇસીડીએસ કચેરીમાં બર્થ ડે પાર્ટી મનાવતી વખતે કેક કાપીને એકબીજાને ખવડાવતાં હોય તેવાં ફોટોગ્રાફ્સ પણ વાઇરલ થયાં છે. મિતુલ સોઢા નામના એક કર્મચારીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર બર્થ ડેના ફોટોગ્રાફ્સ પોસ્ટ કર્યાં હતાં.એવું કહેવાય છે કે, મિતુલ સોઢા નામના કર્મચારીની ગયાં શુક્રવારના રોજ બર્થ ડે હતો. એ વખતના આ ફોટોગ્રાફ્સ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution