લસકાણામાં લગ્નના પાંચ મહિનામાં જ દંપતીએ ફાંસો ખાધો, પતિનું મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓગ્સ્ટ 2026  |   1881

સુરતના લસકાણા વિસ્તારમાં લગ્નના માત્ર પાંચ મહિનામાં જ યુવક અને તેની પત્નીએ ગળે ફાંસો ખાતાં ચકચાર મચી ગઈ હતી. બનાવમાં પતિનું મોત થયું હતું, જ્યારે તેની પત્ની રિંકુને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે બનાવ પાછળ ગૃહકલેશની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવકનું મોત નીપજ્યું હોવાનું જણાતા પરિવારજનો પોલીસ કાર્યવાહી વગર જ મૃતદેહને લઈને મધ્યપ્રદેશના વતન તરફ રવાના થઈ ગયા હતા. અને કરજણ સુધી પહોંચી ગયા હતા. બાદમાં પોલીસે પરિવારને મૃતદેહ સાથે પરત બોલાવ્યો હતો.

 મૂળ મધ્યપ્રદેશના વતની ૨૦ વર્ષીય યુવરાજ કટારા હાલ તેની પત્ની રિંકુ સાથે હાલમાં શહેરના લસકાણા વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીની બાંધકામ સાઈટ પર રહેતા હતા. બંને પાંચ મહિના પહેલા જ લગ્નગ્રંથીથી જાેડાયા હતાં. ગત સવારે બંનેએ ત્યાં એંગલ સાથે અલગ-અલગ દુપટ્ટા બાંધી ગળેફાંસો ખાધો હતો. સંબંધીઓ ત્યાં આવતા સમગ્ર બનાવની જાણ થઈ હતી. યુવરાજનું મોત નીપજ્યું હોવાનું જણાતા પરિવારજનો મૃતદેહને લઈને મધ્યપ્રદેશના વતન તરફ રવાના થઈ ગયા હતા. પરિવારજનો પોસ્ટમોર્ટમ સહિતની પોલીસ કાર્યવાહી અંગે અજાણ હોવાથી મૃતદેહને લઈને કરજણ સુધી પહોંચી ગયા હતા. બીજી તરફ, રિંકુને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલ તરફથી લસકાણા પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવતાં પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે પરિવારજનોનો સંપર્ક કરી તેમને કરજણથી પરત સુરત બોલાવ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી માટે પરત લાવવામાં આવ્યો હતો.  

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution