લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓક્ટોબર 2026 |
1782
કપડવંજ તાલુકાના પુર્વ વિસ્તારમા વિસ્તારનાં ૩૩ ગામો બાલાસિનોર વિધાનસભા મત વિસ્તારમાં આવે છે. એટલે કે “ન ઘરના કે ન ઘાટ ના” જેવો ઘાટ સર્જાયો છે જેના કારણે વિકાસ રૂંધાઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું બાલાસિનોર ધારાસભ્યની સરકાર સમક્ષ રજૂઆત ચાલુ વર્ષે વરસાદની અછતના કારણે ખેડૂતોના માથે પાક બચાવવાની ચિંતા ઊભી થઈ છે. ખાસ કરીને કપડવંજ તાલુકાના પૂર્વ વિસ્તારનાં ગામોના ખેડૂતો માટે હવે સરકારના પાક સર્વે અને રાહત અંગેના ર્નિણય પર મીટ માંડાઈ છે. આ સ્થિતિ વચ્ચે બાલાસિનોર ધારાસભ્યએ લેખિત રજૂઆત કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરાવવા, જરૂર જણાય ત્યાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા તથા ખેડૂતોને આર્થિક સહાય અને વિશેષ રાહત પેકેજ આપવાની માંગ કરી છે. કપડવંજ તાલુકાનો પૂર્વ વિસ્તાર વહીવટી રીતે કપડવંજ તાલુકાનો ભાગ છે, જ્યારે આ વિસ્તારનાં ૩૩ ગામો બાલાસિનોર વિધાનસભા મતવિસ્તારમાં આવે છે.એટલે કે ન ઘરના કે ન ઘાટ નાઆ ગામોમાં પાકને નુક્સાન થાય તો તેની અસર માત્ર ખેતર સુધી મર્યાદિત રહેવાની નથી, પરંતુ પડવંજના ખેતી આધારિત વેપાર અને સમગ્ર ગ્રામ્ય બજાર પર પણ તેની અસર પડી શકે છે. ધારાસભ્યની રજૂઆત મુજબ ચાલુ વર્ષે વરસાદ સમયસર અને પૂરતા પ્રમાણમાં ન પડતાં ખેડૂતોની સ્થિતિ ગંભીર બની છે. અપૂરતા વરસાદને કારણે મગફળી સહિતના પાકો સુકાઈ જવાની અને સંપૂર્ણ નુકસાન તરફ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ડાંગરના પાક્માં પીળીયા રોગનું પ્રમાણ વધુ જાેવા મળતું હોવાનો પણ રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખેડૂતોએ બિયારણ, ખાતર, દવા, ખેડાણ, વાવેતર અને મજૂરી સહિતનો ખર્ચ કરી પાક ઊભો ર્યો છે. હવે વરસાદની અછતના કારણે પાકને નુકસાન થાય તો ખર્ચેલી મૂડી સામે આવકનો પ્રશ્ન ઊભો થવાની સાથે ખેડૂતો પર આર્થિક ભાર વધવાની ચિંતા છે. હાલ ખેડૂતો માટે સૌથી મહત્વનો મુદ્દો વાસ્તવિક પાક નુક્સાનનું સ્થળ પર મૂલ્યાંકન કરવાનો છે.