લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, સપ્ટેમ્બર 2026 |
6732
માતર તાલુકાના ભલાડા ગામે સ્થાનિક સુત્રના જણાવ્યા પ્રમાણે મોટાનેતાના પરિવારજન મોટાપાયે વહિવટદારની ઓથ નીચે વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પોલીસ ની ધોંસ વધતા જમીનમાં ખાડો ખોદી વિદેશી દારૂનો જથ્થો રખાતા ગતરોજ દારૂની પેટી કાઢવા જતાં ખાડા જમીન ધસી પડતાં એકનું મોત અન્ય ગંભીર ના મુદ્દે સ્થાનિક સ્તરે ચર્ચા વચ્ચે લીંબાસી પોલીસ મથકે ગેસની ગૂંગળામણ ના કારણે અકસ્માત મોત ની નોંધ થતાં શું સમગ્ર મામલે કુલડીમાં ગોળ ભાંગવાના પ્રયાસ?સત્ય શું?ના સવાલ ચર્ચાની એરણે ચઢવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર માતર તાલુકાના ભલાડા ગામે ગતરોજ ખાડા જમીન ધસી પડતાં ગેસની ગૂંગળામણ ના કારણે એકનું મોત અન્ય ગંભીર ના મામલે લીંબાસી પોલીસ મથકે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.પરંતુ સ્થાનિક સુત્રના જણાવ્યા પ્રમાણે ભલાડા ગામે સ્થાનિક રાજકીય નેતા અને વહીવટદાર ની ઓથ નીચે નેતા ના પરિવારજન દ્વારા મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પોલીસ ની ધોંસ વધતા ભલાડાના બૂટલેગર દ્વારા જમીનમાં ખાડો ખોદી વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરવામાં આવ્યો હોય ગતરોજ વિદેશી દારૂની પેટી કાઢવા જતાં દુર્ઘટના સર્જાઇ ની ચર્ચા ઉઠતાં શું સમગ્ર મામલે કુલડીમાં ગોળ ભાંગવાના પ્રયાસ? સાથે વાડ જ ચીભડાં ગળે ત્યારે કોને કહેવું?ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.
ઘટના પર સ્થાનિક પૂર્વ સરપંચ શું કહે છે?
માતર તાલુકાના ભલાડા ગામે ગતરોજ જમીનની માટી ધસી પડતાં બે ના મોત અને એક ગંભીર થયાના મુદ્દે ગામ પૂર્વ સરપંચનો ટેલીફોનીક સંપર્ક સાધતાં આ પ્રકારના બનાવ બન્યો હોવાનું જણાવી પ્રથમ ગેસના કારણે ગૂંગળામણ થી મોત થયાનું જણાવ્યા બાદ બુટલેગર ના જમીન નીચે ના દારૂની પેટી કાઢવા જતાં મોત થયા ની પૃચ્છા કરતાં નરો વા કુંજરોવાની સ્થિતિ અપનાવી હતી.