લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, ઓગ્સ્ટ 2026 |
1881
ગત એપ્રિલ માં આણંદ જીલ્લા પંચાયત ની ચુંટણી યોજાયા બાદ મે માસમાં યોજાયેલ પ્રમુખ પદ ની ચૂંટણીમાં ભાજપનો વિજય છતાં કાનૂની ગૂંચ ઉભી થતાં પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થતાં પ્રમુખ પદનો દાવો સરળ બનવા પર ભાવિ પ્રમુખ નિમણુંક આસાન નહીં ના સવાલ ઉઠતાં કોન્ગ્રેસે કાનૂની દાવથી તાતાતીર ખેંચતા ચૂંટણી સમયે એસસી એસટી મહિલા ઉમેદવાર માટે હાડગુડ બેઠક ફાળવી હોય જ્યાં કોન્ગ્રેસ ના વિજય થતાં પાળજની બિન અનામત બેઠક પર ભાજપના વિજય નો મુદ્દો નડશે ની ચર્ચા પંચાયત રાજકારણમાં ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર ગત એપ્રિલ માં આણંદ જીલ્લા પંચાયત ની યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખ પદે એસસી એસટી મહિલા ની રોટેશન મુજબ વરણી પગલે હાડગુડની બેઠક એસસી એસટી મહિલા માટે ફાળવવામાં આવી હતી.જયા કોન્ગ્રેસ ના ગૌરીબેન તડવી વિજયી થતાં કોન્ગ્રેસ દ્વારા પ્રમુખ પદ ની દાવેદારી કરતાં ભાજપે ૪૦ પૈકી ૩૩ બેઠક સાથે બહુમતી મેળવી હોય મૂળ મહારાષ્ટ્રના ધૂળે નું એસસી એસટી પ્રમાણપત્ર ધરાવતા મહીલા મયુરીબેન પટેલ ને હાઇકોર્ટે આપેલ મંજૂરી બાદ પ્રમુખ પદે વિજયી બન્યા બાદ મામલો કાનૂની ગૂંચ માં અટવાતા ઉલટફેર ની સ્થિતિ સર્જાય તે પૂર્વ ભાજપે પાળજના બિનહરીફ વિજેતા સભ્ય નું રાજીનામું અપાવી યોજાયેલ બિન અનામત બેઠક પરની પેટા ચૂંટણીમાં ગુજરાતનું પ્રમાણપત્ર ધરાવતા એસસી એસટી મહિલા ઉમેદવાર ને મેદાનમાં ઉતારી વિજયી થતાં ગત સપ્તાહે મયુરીબેન પટેલે રાજીનામું આપ્યું કે અપાવડાવ્યુ ની ચર્ચા વચ્ચે આગામી દિવસોમાં સુમિત્રાબેન પટેલ ને પ્રમુખ નિમણુંક ના ભાજપ દ્વારા આયોજન કરતાં ભાજપ માટે આસાન નહીં ના કોન્ગ્રેસ દ્વારા બિન અનામત બેઠક પર વિજય થયો હોય કાનૂની દાવથી તાતાતીર ખેંચતા પુન: કોન્ગ્રેસ ના વિજયી એસસી એસટી મહિલા ગૌરીબેન તડવી માટે દાવો ઉભા કરતાં પંચાયત રાજકારણમાં મુદ્દો ચર્ચાની એરણે ચઢવા પામ્યા નું જાણવા મળેલ છે.