/
ભારતમાં આ દિવસે રિલીઝ થશે જાસૂસી થ્રિલર 'ટેનેટ',ડિમ્પલ કાપડિયાએ આપી માહિતી

મુંબઇ 

ફિલ્મમેકર ક્રિસ્ટોફર નોલનની અપકમિંગ ફિલ્મ અને જેની દર્શકો ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે તે જાસૂસી થ્રિલર 'ટેનેટ'ની રાહ હવે વધુ નહીં જોવી પડે. ફિલ્મની રીલિઝ છેલ્લા કેટલાય મહિનાથી અટવાયેલી પડી હતી. હવે ભારતમાં મોટા પડદા પર ફિલ્મ 'ટેનેટ'ને 4 ડિસેમ્બર, 2020ના રોજ રીલિઝ કરવામાં આવશે.

ફિલ્મ 'ટેનેટ'માં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળતી બોલિવૂડની વેટરન એક્ટ્રેસ ડિમ્પલ કપાડિયાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો શૅર કર્યો છે. જેમાં તે એવું જણાવી રહી છે કે,'હું ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ 'ટેનેટ' 4 ડિસેમ્બરના રોજ ભારતના દરેક થિએટરમાં રીલિઝ થશે તેવી જાહેરાત કરતા ખૂબ જ ખુશ છું. આ પ્રોજેક્ટથી જોડાવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. ફિલ્મમાં શાનદાર એક્શન સિકવન્સ, ટ્વિસ્ટ અને ટર્ન્સ છે. જેને તમે માત્ર મોટા પડદા પર જોઈ શકો છો તો તમે 4 ડિસેમ્બરના રોજ થિએટરમાં જોજો. 


ફિલ્મ 'ટેનેટ' ભારતમાં સૌથી છેલ્લે રીલિઝ થશે. કારણકે અહીં થિએટર બંધ થઈ ચૂક્યાં છે. યુકેમાં 26 ઓગસ્ટના રોજ અને અમેરિકામાં 3 સપ્ટેમ્બરના રોજ થિએટર ખોલી દેવામાં આવ્યા હતાં. કોવિડ-19 મહામારીમાં રીલિઝ કરવામાં આવેલી ફિલ્મને ક્રિટિક્સ તરફથી પણ ખૂબ જ વખાણ મળ્યા છે. 

ફિલ્મ 'ટેનેટ'માં ડિમ્પલ કપાડિયા ઉપરાંત હોલિવૂડ એક્ટર કેનેથ બ્રનાધ, એરન ટેલર-જ્હોનસન, માઈકલ કેન, હિમેશ પટેલ વગેરે મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ પહેલા 17 જુલાઈના રોજ રીલિઝ થઈ હતી. 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution