મુંબઈ-

મ્યુઝિક ડાયરેક્ટર સાજિદ-વાજિદની જોડી આ વર્ષે તૂટી ગઈ. વાજિદ ખાને 1 જૂન, 2020એ દુનિયાને અલવિદા કહી દીધું, ત્યારે હવે વાજિદની પત્ની કમલરૂખ ખાને એક ઈમોશનલ નોટ લખી છે. જેમાં તેણે પતિનો પરિવાર તેને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતો હોવાની વાત કહી છે. તે જન્મથી પારસી છે. કમલરૂખે વાજિદના પરિવાર પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. વાજિદ ખાનની પત્ની કમલરૂખે સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો કર્યો છે કે તેને વાજિદના પરિવાર દ્વારા જબરદસ્તી ઇસ્લામ ધર્મ કબૂલ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. એક તરફ તે પતિને ગુમાવી દેવાના દર્દમાંથી હજી બહાર નથી આવી શકી રહી ત્યાં વાજિદનો પરિવાર તેને પરેશાન કરી રહ્યો છે.

કમલરૂખે લેટરમાં પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે - હું પારસી હતી અને તેઓ મુસ્લિમ હતા. અમે કોલેજ સ્વીટહાર્ટ્સ હતા. અમે લગ્ન પણ સ્પેશિયલ મેરિજ એક્ટ અંતર્ગત કર્યા. જેથી હું મારો અનુભવ શેર કરવા માંગુ છું કે કઈ રીતે ઈન્ટરકાસ્ટ મેરિજ કર્યા બાદ મને ધર્મના આધારે કેવી રીતે ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે. આ ખૂબ જ શરમજનક છે અને દરેકની આંખો ખોલી દેશે. હવે એ જોવાનું રહ્યું