મુંબઇ  

સિંગર નેહા કક્કર લગ્ન કરવાની છે! રિપોર્ટ પ્રમાણે, 24 ઓક્ટોબરે તે અને રોહનપ્રીત સિંહ દિલ્હીમાં લગ્ન કરશે. એવું ચર્ચાઈ રહ્યું છે કે, આ લગ્નના ઇન્વિટેશન મોકલાઈ ગયા છે. નેહા અને રોહન પ્રીતની વેડિંગ સેરેમની ઘણી પ્રાઇવેટ હશે, બંનેના ફેમિલી મેમ્બર્સ અને ક્લોઝ ફ્રેન્ડ જ સામેલ થશે.

એન્ટરટેનમેન્ટ વેબસાઇટ 'સ્પોટબોય'ના ન્યૂઝ પ્રમાણે, બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે તેને વધારે સમય થયો નથી. તેમની પ્રથમ મુલાકાત પણ નેહાના સોંગ ‘આજા ચલ વ્યાહ કરવાએ’ના સેટ પર થઇ હતી.

એક પબ્લિકેશન સાથેની વાતચીતમાં રોહનપ્રીતની મેનેજરે કહ્યું કે, ‘હા, અમે પણ આવી વાતો સાંભળી છે, પરંતુ બંનેએ સાથે એક સિંગલ કર્યું છે, આથી તેમનું નામ એકબીજા સાથે જોડવામાં આવી રહ્યું છે. રોહન પ્રીતનો લગ્નનો કોઈ પ્લાન નથી. જો કે, રિપોર્ટમાં વારંવાર તેમના લગ્નના દાવા થઇ રહ્યા છે.’

રોહનપ્રીત સિંહ વર્ષ 2019માં ઇન્ડિયાઝ રાઈઝિંગ સ્ટારની ત્રીજી સીઝનમાં કન્ટેસ્ટન્ટ હતો. આ ઉપરાંત તે વેડિંગ રિયાલિટી શો મુજસે શાદી કરોગેમાં પણ કન્ટેસ્ટન્ટ તરીકે દેખાયો હતો. આ શોને બિગ બોસ 13ની કન્ટેસ્ટન્ટ શહેનાઝ ગિલને સેન્ટરમાં રાખીને બનાવ્યો હતો.ગયા વર્ષે સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઈડલ દરમિયાન શોના હોસ્ટ આદિત્ય નારાયણ અને નેહાની જોડીને લોકોએ ઘણી પસંદ કરી હતી. શોની સ્ટ્રેટજી હેઠળ બંનેના લગ્નની અફવા પણ ઊડી હતી.