મુંબઇ 

ડ્રગ્સ કેસમાં ઘણા દિવસથી જેલમાં રહેલી બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીને મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે રિયાને સંપૂર્ણ જામીન આપી દીધા છે.સાથે રિયાના ભાઈ શોવિકની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. કોર્ટે ડ્રગ પેડલર બાસિત પરિહારને પણ ફગાવી દીધો છે.

રિયાને શરતી જામીન મળ્યા 

 રિયા ચક્રવર્તીને 1 લાખના અંગત બોન્ડ પર જામીન મળી ગયા છે. રિયાએ પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે.સાથે જ રિયાને મુંબઈથી બહાર જવા માટે મંજૂરી લેવી પડશે. ગમે ત્યારે પણ રિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. આપણે જણાવી દઇએ કે રિયાને 8 સપ્ટેમ્બરના રોજ એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રિયા પર સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સની ખરીદી કરવાનો આરોપ છે. રિયા અને તેના ભાઈએ ઘણા ડ્રગના વેપારીઓ સાથે ચેટ પણ કરી હતી.

રિયાની ડ્રગ્સ ચેટ સામે આવી હતી  

11 સપ્ટેમ્બરે વિશેષ એનડીપીએસ કોર્ટે આ પાંચની જામીન અરજી નામંજૂર કરી હતી. આ પછી, બધાએ બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી. 29 સપ્ટેમ્બરના રોજ બોમ્બે હાઈકોર્ટે તમામની જામીન અરજી અંગેનો ચુકાદો અનામત રાખ્યો હતો.