અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ થોડા દિવસો પહેલા પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ તેના પરિવારજનોના સેમ્પલ પણ લેવાય હતા જેમાં ફક્ત જયા બચ્ચન સિવાય પરિવારના તમામ સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું.

ત્યારે હાલ અહેવાલ મળી રહ્યા છે કે, અમિતાભની પુત્રવધૂ અને અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યાને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.