મુંબઇ 

કોમેડી કિંગ કપિલ શર્મા અને ગિન્ની ચતરથની દીકરી અનાયરા શર્મા એક વર્ષની થઈ ગઈ છે. 10મી ડિસેમ્બરે લાડકલીનો બર્થ ડે હોવાથી કપલે સેલિબ્રેન કર્યું હતું. જેની તસવીરો કપિલે ઈન્ટાગ્રામ પર શેર કરી છે. સાથે જ પ્રેમ વરસાવવા માટે દરેકનો આભાર માન્યો છે.


લિટલ મંચકિનના બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો શેર કરતાં કપિલે લખ્યું છે કે, 'અમારી લાડોને તેના પહેલા જન્મદિવસ પર તમારો પ્રેમ અને આશીર્વાદ મોકલવા બદલ ખૂબ-ખૂબ આભાર. ગિન્ની અને કપિલ #gratitude #blessings #anayra #happybirthdayanayra'.

પહેલા બર્થ ડે પર અનાયરાએ પિંક કલરનું ફ્રોક પહેર્યુ હતું, જેમાં તે એકદમ ક્યૂટ લાગી રહી હતી. ગિન્ની, કપિલ અને તેની મમ્મીએ બ્લેક ટી-શર્ટ પહેર્યું હતું, જેમાં લખ્યું હતું કે 'અનાયરા ટર્ન્સ વન' (અનાયરા એક વર્ષની થઈ). કેક પણ અનાયરાના આઉટફિટને મેચ થાય તેવી લાવવામાં આવી હતી, જ્યારે ડેકોરેશન અંડરવોટર થીમ પર કરવામાં આવ્યું હતું. કપિલે જે તસવીરો શેર કરી છે તેમાંથી એકમાં અનાયરા દાદીના ખોળામાં રમતી દેખાઈ રહી છે. અનાયરાના બર્થ ડે સેલિબ્રેશનમાં કપિલના ફ્રેન્ડ્સ પણ હાજર રહ્યા હતા.

કપિલ શર્મા અને ગિન્ની ચતરથે વર્ષ 12મી ડિસેમ્બર, 2018ના રોજ લગ્ન કર્યા હતા. 10મી ડિસેમ્બર 2019ના દિવસે તેમને ત્યાં દીકરીનો જન્મ થયો હતો. કપિલે પોતાની દીકરીની પહેલી તસવીર સૌથી પહેલા પોતાની ફેવરિટ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને શો દરમિયાન દેખાડી હતી. દીપિકા પણ અનાયરાની તસવીરો જોઈને ખુશ થઈ ગઈ હતી.