મુંબઇ

શાહરૂખની પુત્રી ડ્રગના કેસમાં બોલી - મહિલાઓ પ્રત્યે આટલી નફરત કેમ? આ દિવસોમાં ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ મામલાને લઈને હોબાળો મચ્યો છે. ડ્રગના કેસમાં અનેક મોટા સ્ટાર્સના નામ સામે આવ્યા છે, જેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ દરમિયાન બોલિવૂડના કિંગ ખાને એટલે કે શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાને મહિલાઓ વિશે એક પોસ્ટ શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે. 

સુહાનાએ મહિલાઓ સાથેના દુર્વ્યવહાર અંગે પોતાના મંતવ્યો શેર કર્યા છે. સુહાનાએ પોતાની ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરતાં લખ્યું કે, 'મિસોગાઇની માત્ર મહિલાઓ પ્રત્યેનો દ્વેષ જ નહીં, તે મહિલાઓ પ્રત્યે દ્વેષપૂર્ણ વલણ પણ છે. તમારે સભાનપણે એવું વિચારવું જરૂરી નથી કે તમે સ્ત્રીઓને ધિક્કારતા હોવ, પરંતુ તમારી જાતને પૂછો કે જ્યારે કોઈ સ્ત્રી એવું કંઈક કરે છે જે તમને લાગે છે કે તે પુરુષ કરતા વધુ ટ્રિગર થાય છે. '

આ પોસ્ટની સાથે સુહાનાએ લખ્યું, "ડ્યુઅલ વર્તન ડરામણુ છે." ચાહકો સુહાનાની આ પોસ્ટની પ્રશંસા કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ પણ આપી રહ્યા છે. જણાવી દઈએ કે ડ્રગ્સના મામલે બોલિવૂડ અભિનેત્રીઓ સિવાય પણ ઘણા કલાકારો એનસીબીના નિશાના પર છે. જોકે, તે પુરુષ અભિનેતાઓનાં નામ હજી બહાર આવ્યા નથી. સુહાના ખાન આનાથી ખૂબ દુ:ખી છે.