/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

પાવાગઢમાં એક લાખથી વધુ યાત્રાળુ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

હાલોલ : હાલોલ તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારના રોજ એક લાખ ઉપરાંત યાત્રાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જેને પગલે સ્થાનિક વહિવટીતંત્ર ને મંદિર ટ્રસ્ટ હરકતમાં આવી ગયું હતું. જ્યારે પાવાગઢ ડુંગર ઉપર માંચી ખાતે ભારે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. 

હાલોલ તાલુકામાં આવેલ યાત્રાધામ પાવાગઢના ડુંગર ઉપર બિરાજેલ સાક્ષાત માં મહાકાળીના દર્શનાર્થે વર્ષ દરમિયાન લાખો શ્રધ્ધાળુઓ દેશ વિદેશમાંથી માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે, ને કેમાં પણ વર્ષ દરમિયાન આવતા પવિત્ર ચૈત્રી ને આસો નવરાત્રીનો અનેરો મહિમા હોઈ, તહેવારના દિવસોમાં દરરોજ એકથી બે લાખ ઉપરાંત ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે. જ્યારે હાલમાં પાછલાં ગણા મહિનાઓથી આપડે જીવલેણ કોરોના વાયરસની મહામારીમાં સપડાયા હોવાથી રાજ્ય સરકાર દ્વારા લોક ડાઉન દરમિયાન તેમજ ગત આસો નવરાત્રી દરમિયાન કોરોનાના સંક્રમણને વધુ ફેલાતું અટકાવવાના આશય સાથે નિજ મંદિરને ભાવિક ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવેલ હતું, જ્યારે નવરાત્રી દરમિયાન તંત્ર ને મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તોના દર્શન માટે વૈકલ્પીક વ્યવસ્થા કરવામાં આવેલ હતી. પરંતુ મંદિરને ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકવામાં આવતાં, હાલની કોરોનાની વિકટ પરિસ્થિતીમાં રવિવારના રોજ પાવાગઢ ખાતે એક લાખ ઉપરાંત ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જેને પગલે સ્થાનિક વહિવટીતંત્ર ને મંદિર ટ્રસ્ટ ભારે વિમાસણમાં મુકાઈ જઈ હરકતમાં આવી ગયા હતા.

એક તરફ રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસને વધુ ફેલાતો અટકાવવા માટે જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય તેની તકેદારી રાખવામાં આવે તેવી ગાઈડ લાઈન બહાર પાડવામાં આવેલ છે, ત્યારે બીજી તરફ મંદિરોને ભક્તોના દર્શન માટે ખુલ્લા મુકવાની આપવામાં આવેલ છુટને પગલે કોઈ પ્રકારનું સોશિયલ ડિસ્ટનસીંગ જળવાતું નહી હોવાનું જાેવા મળી રહ્યું છે. જેમાં રવિવારના રોજ યાત્રાધામ પાવાગઢ ખાતે ઉમટી પડેલ ભાવિક ભક્તોના કિડીયારાને પગલે સ્થાનિક વહિવટીતંત્ર ભારે વિમાસણમાં મુકાઈ ગયું હતું, ને કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સીંગ જાેવા મળેળ ન હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution