લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, સપ્ટેમ્બર 2026 |
4257
અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે દેવસાના પાડાની સામે દરિયાપુર વોર્ડમાં મકાન ધરાશાયી થવાની ઘટના ઘટી હતી. મકાન જર્જરિત હોવાને લઈને સ્થાનિક રહીશોએ મ્યુનિસિપિલ કોર્પોરેશનમાં જાણ કરી હતી. જાે કે, છસ્ઝ્રની ટીમ સ્થળ વિઝિટ કરીને મકાન ખાતે ફક્ત નોટિસ ચોટાડીને પરત ફરી હતી. જર્જરિત મકાનનો ભાગ બે વખત તૂટ્યાં બાદ ભયના માર્યા સ્થાનિકોએ તંત્રમાં લેખિત અને મૌખિકમાં રજૂઆત કરવા છતાં કોર્પોરેશને કોઈ નકર પગલાં ન લીધા હોવાના રહીશોના આક્ષેપ છે. જાે કે, આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
શહેરના દરિયાપુર વોર્ડ ખાતે મકાન ધરાશાયી થતાં સ્થાનિકોમાં દોડધામ મચી હતી. મકાન જર્જરિત હાલતમાં હોવાથી ખાલી હાલતમાં હતું અને તંત્રએ રાઉન્ડ દરમિયાન મકાન ભયજનક જણાતા મકાન પર નોટિસ લગાડવામાં આવી હતી. મકાન ધરાશાયી થયા બાદ ડેબ્રીઝ ભરાવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી.
રહીશોએ જણાવ્યું કે, જર્જરિત મકાન જ્યારે થોડું-ઘણું પડ્યું ત્યારે કોર્પોરેશનમાં જાણ કરીને લેખિતમાં અરજી આપી હતી. આ પછી કોર્પોરેશનની ગાડી આવીને નોટિસ લગાડીને જતી રહી હતી. તે સમયે કોર્પોરેશનના કર્મચારીએ ઉપરી અધિકારીને મળવાનું જણાવ્યું હતું. પછી અમે અધિકારીને મળવા ગયા તો અધિકારીએ બે દિવસમાં ફોન આવશે તેવું કહેલું. પરંતુ અઠવાડિયા સુધી કોઈ ફોન કે ભયજનક મકાનને તોડી પાડવાની યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી. આમ, કોર્પોરેશનના કર્મચારી ફક્ત સ્થળ વિઝિટ કરીને જતા રહ્યા હતા. છેલ્લા એક અઠવાડિયામાં બે વખત મકાનનો ભાગ પડ્યો હતો.