/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

પાલિકાના પાપે કેવડાબાગમાં ઠેર ઠેર ગંદકીથી નાગરિકો ત્રાહિમામ્‌

વડોદરા, તા. ૧૦

શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ કેવડાબાગમા વિસ્તારના રહીશો દ્વારા જ બાગમાં ગંદકી કરવામાં આવે છે આ બાગમાં વિસ્તારના જ નાના બાળકો રમતા હોય છે. જાે કે પાલીકાને પણ સામાજીક કર્યકર દ્વારા રજુઆત કરવામાં આવી છે છતા પણ પાલીકા દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી અને કેવડાબાગની કોઇ સાફ સફાઇ પણ કરવામાં આવતી નથી.

વડોદરા મહાનગર પાલીકા દ્વારા નવાપુરા વિસ્તારના લોકો માટે કેવડાબાગમાં રમત ગમતના સાધનો અને વડીલો, યુવાનો માટે બાગબગીચો બનાવ્યો હતો. નવાપુરા વિસ્તારમાં આવેલ કેવડાબાગમાં વિસ્તારના લોકો દ્વારા જ બાગમાં ગંદકી કરવામાં આવે છે પરંતુ પાલીકાને આ મુદ્દે સ્થાનિક સામાજીક કર્યકર દ્વારા રજુઆત કરવામાં આવી છે છતા પણ પાલીકા આની પર કોઇ કડક પગલા લેતી નથી. જેથી કેવડાબાગમાં સાધન સામગ્રી કરતા તો વધુ ગંદકી જાેવા મળી રહી છે.પાલીકા દ્વારા આની જાળવણી પણ કરવામાં આવતી નથી. જાે કદાચ ગંદકીને પરીણામે વિસ્તારમાં રોગચાળો ફેલાય તો નવાઇ નહી. વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવતી ગંદકીને પરીણામે વિસ્તારના નાના બાળકોને પણ રમતગમત માટે ઘણી અસુવિધા ઉભી થઇ રહી છે. જાે હવે પાલીકા દ્વારા કેવડાબાગને સાફ સફાઇ કરવામાં આવે તો નાના બાળકો તથા વિસ્તારના લોકો માટે આ બાગ ઉપયોગી નીવડે તેમ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution