નીરજ પટેલ /વડોદરા : શહેરના એક રાજકીય કાર્યકરની ભુતપૂર્વ પત્ની અને શાસકપક્ષના ટોચના એક હોદ્દેદાર સાથે અત્યંત નિકટના સબંધોને લઇ ચકચાર મચાવનાર મુંબઇની એક્ટ્રેસ અને વેબ સીરીઝની હોટ મોડેલ સપના ઉર્ફે સપ્પુની બીગબોસ ૧૪માં વાઇલ્ડકાર્ડ એન્ટ્રીને લઇ રાજકીય મોરચે ગરમાવો આવ્યો છે. બિગબોસના કન્ફેશન રાઉન્ડમાં સલમાનખાન સામે સપ્પુ જાે મોઢુ ખોલશે તો અનેક રાજકરણીઓના પગતળેથી જમીન સરકી જશે અને ભુકંપ સર્જાશે એવી પરિસ્થીતી ઉભી થઇ છે. 

રીપબ્લીક પાર્ટી ઓફ ઇન્ડિયાના વડોદરાના હોદ્દેદાર રાજેશ ગોયેલ સાથે લગ્ન કર્યા બાદ વડોદરા સ્થાયી થયેલી ૫૦થી વધુ ફિલ્મોમાં અભિનય પાથરી ચુકેલી અભિનેત્રી સપના સાથે પતિ રાજેશ ગોયેલે પુત્રના જન્મ બાદ શારીરીક માનસીક ત્રાસ ગુજારતા એ વડોદરા છોડી મુંબઇ જતી રહી હતી અને અદાલતમાં ભરણ પોષણનો દાવો દાખલ કર્યો હતો. જેમાં પતિ રાજેશ સતત ગેરહાજર રહેતા ખુદ સપના વોરંટ લઇ વડોદરા આવી હતી અને પો.કમી.ને મળ્યા બાદ પી.સી.બી.ની ટીમની મદદ લઇ રાજેશને ઝડપી લેવાયો હતો. અદાલતમાં હાજર રહેવાની લેખીત ખાત્રી લેવાયા તેને છોડવામાં આવ્યો હતો. એ અગાઉ રાજેશ અને તેના મિત્રો વ્યભિચારમાં સતત ડુબેલા રહેતા હોવા ઉપરાંત રાજેશ સાથે પોલીટેકનીકમાં અભ્યાસ કરતા અને શહેર ભાજપમાં એક સમયે ટોચનું સ્થાન ભોગવી ચુકેલા મિત્રની ઘણી વાર મોડીરાત સુધી એમની ઘરે પડી પથારી હોવાનું સપ્પુએ જણાવ્યું હતું અને એ નિકટના સબંધોના આધારે રાજકરણીને આખી પરીસ્થીતીથી વાકેફ હોવાથી એમના લગ્ન જીવનમાં ભંગાણ અંગે સપ્પુએ મદદની ગુહાર પણ લગાવી હતી.પોતાના ત્રણ વર્ષના પુત્ર ટાઇગર સાથે મુંબઇ રહેતી સપ્પુને પતિ તરફથી કોઇ પણ જાતની આર્થિક સહાય નહી મળતા એની આર્થિક હાલત કફોડી બની હતી. કોર્ટમાં પણ રાજેશ ગોયેલની ગેર હાજરીના કારણે કોઇ ફેસલો નહી આવતા માનસીક હતાશા અને ડીપ્રેસનનો શિકાર બનેલી સપ્પુએ એક સમયે આત્મહત્યાનો પણ વિચાર કર્યો હતો પરંતુ મારા ગયા પછી પુત્રનું શુ થશે? એવા વિચાર આવ્યા બાદ આત્મહત્યા કરવાનું માંડીવાળ્યું હતું અને ભરણ પોષણ માટે બોલ્ડવેબ સીરીઝમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. આ સીરીઝમાં અત્યંત ટુકા વસ્ત્રો અને અર્ધ નગ્ન કહી શકાય એવી ભુમિકા પણ ના છુટકે સપ્પુએ સ્વીકારી હતી અને લોકડાઉન થતા એ શુટીંગો પણ બંધ થઇ જતા ખાવાના પણ રૂપિયા નહીં રહેતા ખોટા ધંધા પણ કર્યા હોવાની બેધડક કબુલાત સપ્પુએ રાષ્ટ્રીય મિડીયામાં કરી હતી. જેના આધારે એ બિગબોસમા પસંદગી થઇ હોવાનું માનવામાં આવે છે. જાે સપના બીગ બોસમાં મોઢુ ખોલશે તો શહેરના અનેક રાજકરણીઓને આફત આવશે એવી ચર્ચા રાજકીય મોરચે ઉઠી છે.