મુંબઇ 

કંગના રનૌત રવિવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહને મળવા ગઈ હતી. તેની સાથે તેની આગામી ફિલ્મ 'તેજસ'ની આખી ટીમ પણ હાજર હતી. કંગનાએ રાજનાથ સિંહ સાથેની મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. 

કંગનાએ લખ્યું છે, 'આજે ટીમ તેજસે માનનીય શ્રી રાજનાથ સિંહની મુલાકાત લીધી. અમે તેમના આશીર્વાદ લીધા, સાથે જ @IAF_MCC સાથે અમારી ફિલ્મની સ્ક્રિપ્ટ શેર કરી અને તેમની પાસેથી અમુક પરવાનગી પણ લીધી. જય હિન્દ.'