દિલ્હી-

એર ઈન્ડિયાએ તાજેતરમાં જ કોરોનાને અનુલક્ષીને ડોમેસ્ટિક પેસેન્જર્સ માટે રાજ્ય પ્રમાણેની નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આંદામાન મુસાફરીના ૪૮ કલાક પહેલાં ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરાવવો. તમામ મુસાફરોએ રેપિડ એન્ટિજન્ટ ટેસ્ટ કરાવવો જરૂરી. આંદામાનમાં આવનારા તમામ મુસાફરો માટે ૭ દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું ફરજિયાત છે. ગોવા ગોવામાં મુસાફરી કરી રહેલા પેસેન્જરે કોવિડ-૧૯ની રસીના બન્ને ડોઝ લીધા હોય, કોઈ લક્ષણ દેખાતાં ન હોય તો તેમને માટે ટેસ્ટ કરાવવો જરૂરી નથી. જાેકે ૨ વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિએ ટેસ્ટ રિપોર્ટ લઈ જવો જરૂરી છે. પેસેન્જર તેની મુસાફરીના ૧૪ દિવસ પહેલાં ફુલ્લી વેક્સિનેટેડ હોવો જાેઈએ. આંધ્રપ્રદેશ કોરાનાનાં કોઈપણ લક્ષણ ન દેખાતાં હોય તેવા પેસેન્જરે પણ અહીં ૧૪ દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું ફરજિયાત છે. 

ઉત્તરાખંડ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાંથી અહીં આવી રહેલા પેસેન્જરનો કોવિડ-૧૯ ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવશે. જે પેસેન્જરનો એન્ટિજન્ટનો રિપોર્ટ નેગેટિવ હશે તેને ક્વોરન્ટીનમાંથી મુક્તિ આપવામાં આવશે. જાેકે રસીના બંને ડોઝ લીધા હોય તેવા પેસેન્જરે નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ લાવવા જરૂરી નથી. રાજસ્થાન જે પેસેન્જરે કોવિડની રસીનો પ્રથમ ડોઝ લીધો હોય તેમણે ઇ ટેસ્ટ રિપોર્ટ લાવવાની કે ક્વોરન્ટીન થવાની જરૂર નથી. જે પેસેન્જરે રસી લીધી નથી તેવા પેસેન્જરે ઉડાનના ૭૨ કલાકથી જૂનો ટેસ્ટ રિપોર્ટ ન લાવવો. જમ્મુ-કાશ્મીર જમ્મુ-કાશ્મીરમાં આવતા તમામ પેસેન્જર્સ માટે કોવિડ-૧૯ એન્ટિજન્ટ ટેસ્ટ ફરજિયાત છે. જે પેસેન્જર કોન્ટેક્ટેબલ ફોન નંબર કે આરોગ્ય સેતુ એપ ન ધરાવતા હોય તેમના માટે ઈન્સ્ટિટ્યૂશન ક્વોરન્ટીન ફરજિયાત છે. તામિલનાડુ લક્ષણ ધરાવતા હોય તેવા પેસેન્જરે એરપોર્ટ પર ઊતર્યા પછી ટેસ્ટ કરાવવો જરૂરી છે. કોઈમ્બતોરમાં આવતા પેસેન્જર પાસે ઓટો ઈ-પાસ હોવો જરૂરી છે. તેમણે જતી વખતે પણ ૭૨ કલાકથી જૂનો ન હોય તેવો નેગેટિવ રિપોર્ટ લાવવો જરૂરી છે. મહારાષ્ટ્ર જે પેસેન્જર પાસે નેગેટિવ ઇ્‌-ઁઝ્રઇ રિપોર્ટ નહિ હોય તે ફ્લાઈટમાં બેસી શકશે નહિ. જે પેસેન્જર ૭ દિવસ કે તેનાથી ઓછા સમય માટે ટ્રાવેલિંગ કરે છે, તેને ફરજિયાત ક્વોરન્ટીનમાંથી મુક્તિ અપાશે. કર્ણાટક કેરળ, મહારાષ્ટ્રમાંથી કર્ણાટકમાં આવતા પેસેન્જરે ૭૨ કલાકથી જૂનો ન હોય એવો ઇ્‌-ઁઝ્રઇ નેગટિવ રિપોર્ટ લાવવો જરૂરી છે. આ સિવાય જ પેસેન્જરે વેક્સિનેશનનું સ્ટેટસ પણ દર્શાવવું જરૂરી છે. હિમાચલ પ્રદેશ લક્ષણ ન ધરાવતા હોય તેવા વિવિધ રાજ્યોના પેસેન્જરને ક્વોરન્ટીનમાંથી અહીં મુક્તિ આપવામાં આવી છે. જાેકે તેમણે આ માટે મુસાફરીના ૯૬ કલાક પહેલાં થયેલો કોવિડ-૧૯નો નેગેટિવ રિપોર્ટ બતાવવો જરૂરી છે. જાેકે જે મુસાફરો એવી જગ્યાએથી આવી રહ્યા છે જ્યાં કોવિડ-૧૯ના કેસ ખૂબ વધુ છે, તેમના માટે ૭ દિવસનું ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટીન ફરજિયાત છે. પછી પણ આ મુસાફરોએ ૭ દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું જરૂરી છે.