દુલીપ ટ્રોફી ફાઇનલમાં પૂર્વ ઝોન ટાઇટલ જીતની નજીક
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, સપ્ટેમ્બર 2026  |   3168


દુલીપ ટ્રોફી ફાઇનલમાં પૂર્વ ઝોને દક્ષિણ ઝોન સામે ૫૮૪ રનની લીડ મેળવી લીધી છે. આનાથી તેઓ ટાઇટલ જીતવાની નજીક પહોંચી ગયા છે. ક્રિકેટના નિયમ મુજબ જાે મેચ ડ્રોમાં સમાપ્ત થાય તો પણ, પૂર્વ ઝોનને તેની પ્રથમ ઇનિંગની લીડના આધારે વિજેતા જાહેર કરવામાં આવશે.

મેચના ચોથા દિવસે, પૂર્વ ઝોને દક્ષિણ ઝોનને ૩૩૬ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. પ્રથમ ઇનિંગમાં ૭૦૮ રન બનાવનાર પૂર્વ ઝોનની ટીમે ૩૭૨ રનની લીડ મેળવી લીધી છે.દિવસની રમતના અંતે, ટીમે બીજા ઇનિંગમાં પાંચ વિકેટે ૨૧૨ રન બનાવી લીધા હતા. મેચનો પાંચમો અને અંતિમ દિવસ ગુરુવારે સવારે ૯:૩૦ વાગ્યે શરૂ થશે. પ્રથમ ઇનિંગમાં ૨૭૦ રન બનાવનાર પૂર્વ ઝોનના કેપ્ટન ઇશાન કિશનએ બીજી ઇનિંગમાં પણ કેપ્ટન ઇન્ગિ રમી ૮૦ રન બનાવ્યા હતા. એમડી નિધિશના બોલ પર આઉટ થતાં પહેલાં તેણે નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

પ્રથમ ઇનિંગમાં ૪૪ રન બનાવનાર વૈભવ સૂર્યવંશી બીજી ઇનિંગમાં ફક્ત આઠ રન બનાવીને આઉટ થઇ ગયો હતો. તે દક્ષિણ ઝોનના બોલર ત્રિપુરન વિજયના બોલ પર સ્ટમ્પ આઉટ થયો હતો. તેણે ૧૬ બોલની ઇનિંગમાં માત્ર એક ચોગ્ગો ફટકાર્યો હતો.અગાઉ, દક્ષિણ ઝોન ૩૩૬ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ પ્રથમ ઇનિંગના આધારે પૂર્વ ઝોનથી ૩૭૨ રન પાછળ છે.દક્ષિણ ઝોનના કેપ્ટન તિલક વર્મા ફક્ત એક રનથી પોતાની સદી ચૂકી ગયા. તિલક ૯૯ રનમાં પૂર્વ ઝોનના એમડી કૌનૈન કુરેશીના હાથે કેચ થઈ ગયો હતો. પૂર્વ ઝોન માટે મુકેશ કુમારે ત્રણ વિકેટ લીધી હતી.જ્યારે ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા મહેનત કરી રહેલો મોહમ્મદ શમી સહિત ત્રણ બોલરોએ પણ બે-બે વિકેટ ખેરવી હતી.

 મેચના ત્રીજા દિવસે બેટિંગ કરી રહેલા દક્ષિણ ઝોનની શરૂઆત ખરાબ રહી હતી.ટીમે ૧૦ રનના સ્કોર પર રિકી ભુઇની માત્ર એક રન પર વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ નારાયણ જગદીસન અને દેવદત્ત પડિકલે બીજી વિકેટ માટે ૬૦ રન ઉમેર્યા હતા. જગદીસન ૩૨ રન બનાવી આઉટ થઇ ગયો હતો. દેવદત પડિકલ અને શેખ રશીદે ત્રીજી વિકેટ માટે ૫૬ રન બનાવ્યા હતા. રશીદ ૨૭ રન બનાવીને આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ દેવદત્ત પડિકલ ૬૨ રન બનાવી આઉટ થઇ ગયો. કેપ્ટન તિલક વર્માએ રવિચંદ્રન સ્મૃતિ (૨૩) સાથે પાંચમી વિકેટ માટે ૪૫ રન બનાવ્યા હતા.

તિલક અને શ્રેયસ ગોપાલ (૨૬) એ છઠ્ઠી વિકેટ માટે ૬૬ રન બનાવ્યા હતા. રમતના અંતે, તિલક વર્મા ૫૬ રન બનાવીને અણનમ રહ્યા અને ચામા મિલિંદ ૨ રન બનાવીને રમી રહ્યા હતા. પૂર્વ ઝોન માટે મોહમ્મદ શમી અને મુકેશ કુમારે બે-બે વિકેટ લીધી. શિખર મોહને એક વિકેટ લીધી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution