૨૫ હજાર સુધી પગાર ધરાવતા લોકોને EPFO પૅન્શનનો લાભ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, સપ્ટેમ્બર 2026  |   4257

કેન્દ્રીય કેબિનેટે EPFOમાં અનિવાર્ય સભ્યપદ માટે પગારની મર્યાદા ૧૫ હજારથી વધારીને ૨૫ હજાર પ્રતિ માસ કરવાની મંજૂરી આપી છે. આ ર્નિણય બાદ આશરે ૫૧ લાખ વધારાના કર્મચારીઓ EPFOના દાયરામાં આવી શકે છે. એટલે કે જે કર્મચારીઓનો માસિક પગાર અત્યારે ૧૫ હજારથી વધુ હોવાના કારણે અનિવાર્ય EPFOકવરેજમાં નહોતો આવતો, તેમાંથી ૨૫ હજાર સુધી પગાર મેળવતા કર્મચારીઓ હવે આ દાયરામાં આવશે. સરકારનું કહેવું છે કે આનાથી વધુ કર્મચારીઓને નિવૃત્તિ માટે બચત અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે અને દેશમાં ઔપચારિક રોજગારને પ્રોત્સાહન મળશે.

નોકરી કરતા કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મોટો ર્નિણય લીધો છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડની વેજ સીલિંગ મર્યાદા રૂ.૧૫,૦૦૦થી વધારીને રૂ.૨૫,૦૦૦ પ્રતિ મહિનો કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બ્રીફિંગમાં જણાવ્યું કે આ નિયમ આવતીકાલે એટલે કે ૧૭ સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. સરકારના આ ર્નિણયથી લગભગ ૫૧ લાખ કર્મચારીઓને સીધો લાભ મળશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution