/
યુરો 2020 : સતત ત્રીજી જીત સાથે બેલ્જિયમ અંતિમ 16 માં 

સેન્ટ પીટર્સબર્ગ 

વિશ્વની પ્રથમ ક્રમાંકિત બેલ્જિયમે પોતાની શૈલી મુજબ રમતા યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપમાં જીતની હેટ્રિક નોંધાવતાં તેઓએ ફિનલેન્ડને ૨-૦ થી હરાવ્યું. તેઓ ગ્રુપ તબક્કામાં ઇટાલી અને નેધરલેન્ડ પછી ત્રીજી ટીમ છે જેણે સતત ત્રણ મેચ જીતી હતી. મુખ્ય ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત રમનાર ફિનલેન્ડ ત્રીજા સ્થાને રહી છે. જ્યારે ડેનમાર્કે ૪-૧ થી રશિયાને હરાવ્યા બાદ આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

બેલ્જિયમ માટે રોમેલુ લુકાકુએ ૮૧ મી મિનિટમાં બીજો ગોલ કર્યો જે તેનો ટૂર્નામેન્ટનો ત્રીજો ગોલ છે. પહેલો ગોલ ફિનલેન્ડના ગોલકીપર લુકાસ રાદેકીના સૌજન્યથી આવ્યો જેણે આત્મઘાતી ગોલ કર્યો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution