લંડન

વિશ્વના ચોથા ક્રમાંકિત ખેલાડી ગ્રીસના સ્ટેફાનોસ સિટીપાસને વિમ્બલ્ડનના પહેલા જ દિવસે ઝટકો લાગ્યો હતો. ત્રીજા ક્રમાંકિત ફ્રેન્ચ ઓપનના ઉપવિજેતા સિટીપાસને અમેરિકાના 57 માં ક્રમાંકિત ફ્રાન્સિસ ટીઆફો સામે 4-6, 4-6, 3-6 થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સતત બીજી વખત નહીં પણ ત્રીજી વખત સિટિપાસ અહીં પહેલા રાઉન્ડમાં આગળ વધવામાં નિષ્ફળ રહ્યો છે.ફ્રાન્સિસ ટીઆફોની કારકિર્દીની આ સૌથી મોટી જીત છે. તેણે 12 પ્રયત્નોમાં પ્રથમ વખત ટોચના પાંચમાં ક્રમાંકિત ખેલાડીને પરાજિત કર્યો.