કરમસદ-આણંદ મનપા બન્યા પછી પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન યથાવત!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, સપ્ટેમ્બર 2026  |   1584

છેલ્લા સાત વર્ષ દરમ્યાન પાલિકા અને તાજેતરમાં કરમસદ આણંદ મનપા ની ચુંટણી યોજાઇ છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને સભ્યો યથાવત રહેતાં તર્કવિતર્ક ઉઠવા પામતાં કરમસદ આણંદ મનપા બન્યા બાદ ગુજરાત પ્રોવેન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ હેઠળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું તથા ચેરમેન અને સભ્યોના અસ્તિત્વ નાબૂદ થતાં હોવાછતાં આણંદ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સભ્યો યથાવત રહેતાં મુદ્દો ચર્ચાની એરણે ચઢતાં વચગાળાની વ્યવસ્થા અંતર્ગત શાસનાધિકારી કે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે મનપા કમિશ્નર હસ્તે સંચાલન કેમ નહીં?ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર આશરે સાત વર્ષ પૂર્વે આણંદ પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચેરમેન સહિત સભ્યો ની નિમણુંક કરવામાં આવી હતી.સામાન્ય નિયમ મુજબ પાલિકા ની નવી ચૂંટણી થાય તેની સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નું અસ્તિત્વ નાબૂદ થઇ પુન: નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે.પરંતુ આણંદ પાલિકા ની ૨૦૨૧ની ચૂંટણી અને ત્યારબાદ ગતવર્ષે કરમસદ આણંદ મનપા બન્યા બાદ ગત એપ્રિલમાં ચૂંટણી યોજાયા બાદ પણ પ્રાથમિક શિક્ષણ સમિતિ નું અસ્તિત્વ મનપા બન્યા બાદ પણ ગુજરાત પ્રોવેન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ હેઠળ નાબૂદ કરવામાં આવતું હોય છે.અને જ્યાં સુધી મનપા ના નવા રચાયેલા બોડૅ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સભ્યો ની નિમણુંક કરવામાં ન આવે ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા અંતર્ગત શાસનાધિકારી કે જીલ્લા શિક્ષણાધિકારી કે મનપા કમિશ્નર દ્વારા શિક્ષણ સમિતિ અને તે હસ્તકની પ્રાથમિક શાળા ના સંચાલન કરવામાં આવતાં હોવાછતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સભ્યો યથાવત રહેતાં સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution