ગોડાદરાની વાત્સલ્ય જનરલ હોસ્પિટલમાં સગર્ભાનાં મોતથી પરિવારજનોનો હોબાળો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, ઓગ્સ્ટ 2026  |   2079

શહેરનાં ગોડાદરા વિસ્તારમાં આવેલી વાત્સલ્ય જનરલ હોસ્પિટલમાં એલ ગર્ભવતીનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોક ફરી વળ્યું હતું. જયારે આ મહિલાનો સારવારમાં બેદરકારીનાં લીધે મોત થયું હોવાના આક્ષેપો કરી પરિવાજનો દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ગોડાદરા વિસ્તારમાં આવેલી પ્રિયંકા સોસાયટીમાં રહેતી ૨૫ વર્ષીય ગર્ભવતી રાનીબેન રાકેશ માલી ગર્ભવતી હોય ડિલિવરી માટે ગોડાદરા વિસ્તારની વાત્સલ્ય જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.જાેકે પરિવારજનો દ્વારા આક્ષેપો કરી જણાવવામાં આવ્યું હતું કે તબીબની ગેરહાજરીમાં નર્સ દ્વારા સારવાર કરવામાં આવી હતી અને ત્યારબાદ રાનીદેવીની તબિયત લથડી હતી અને તેનું મોત થયું હતું.ઘટના અંગે જાણ થતા સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને નિયંત્રણ લઈને મૃતદેહ પોસમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.પોલીસે પરિવારજનોના આક્ષેપો સહિત સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન શું બેદરકારી થઈ હતી કે કેમ તે પણ તપાસ બાદ સ્પષ્ટ થશે. મહિલાના મોતના સમાચાર મળતા જ પરિવારજનોમાં આક્રંદ ફેલાયો હતો. બીજી તરફ પરિવારના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ બહાર એકત્રિત થઈ ગયા હતા. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી હોસ્પિટલ તંત્ર સામે આક્ષેપો કરતાં વાતાવરણ તંગ બન્યું હતું.ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે પરિવારજનો સાથે વાતચીત કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.હાલ રાનીદેવીના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી.પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સચોટ કારણ જાણી શકાશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution