સુપ્રસીદ્ધ ટીવી કલાકાર પ્રિયા મરાઠેનું 38 વર્ષની વયે કેન્સરથી નિધન
01, સપ્ટેમ્બર 2025 મુંબઈ   |   5445   |  

પવિત્ર રિશ્તા સહિતની સીરિયલોમાં કામ કર્યું હતું

પવિત્ર રિશ્તા સહિતની સીરિયલોમા કામ કરનાર અભિનેત્રી પ્રિયા મરાઠેનું ૩૮ વર્ષની વયે કેન્સરથી નિધન થયું છે. જ્યારે રામાયણ' સીરિયલના સર્જક રામાનંદ સાગરના પુત્ર અને વરિષ્ઠ દિગ્દર્શક પ્રેમ સાગરે પણ અંતિમ શ્વાસ લીધા છે. એક જ દિવસમાં બે હસ્તીઓ ગુમાવતાં ભારતીય ટીવી જગત શોકથી હચમચી ગયું છે.

પ્રિયા મરાઠેએ હિંદી તથા મરાઠીમાં પણ અનેક સીરિયલો તથા ફિલ્મોમાં કામ કર્યું હતું. તે ટીવી શો કોમેડી સરકસથી પણ જાણીતી બની હતી. તે છેલ્લાં એક વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી. ટીવી નિર્માતા અને દિગ્દર્શક પ્રેમ સાગરે ૮૪ વર્ષની વયે અતિમ શ્વાસ લીધા હતા. તેમણે પિતા રામાનંદ સાગરની ફિલ્મો આંખે' અને ચરસ ઉપરાંત ટીવી સીરિયલ 'રામાયણ'ના ફોટોગ્રાફર તરીકે કામ કર્યું હતું.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution