દિલ્હી-

કેન્દ્ર સરકાર લોકોની વચ્ચે ટોલ કનેક્શન માટે જરૂરી Fastag ને લોકપ્રિય બનાવવા માટે કોઈ કસર નહીં છોડી રહી છે. હાલમાં જ સરકારે ટોલ પ્લાઝા પર ડિસ્કાઉન્ટ મેળવવા માટે તેને ફરજિયાત કર્યુ હતું. તે સાથે જ સરકારે ગાડીનો વીમો કરાવવા માટે Fastag ને ફરજિયાત કરી દીધુ છે.

Fastag એક ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા કાર્યાન્વિત ઈલેક્ટોરનિક ટોલ સંગ્રહ પ્રણાલી છે. જે RFID આધારિત છે. NHAI ના મત પ્રમાણે Fastag પોતાના રાષ્ટ્રવ્યાપી કાર્યાન્વયનને બે મહિનાની અંદર રાષ્ટ્રીય રાજમાર્ગ પર યાત્રિઓના જીવનને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થયુ છે. બધા પ્રકારની ગાડીઓ પર 1 જાન્યુઆરી 2021થી ફાસ્ટેગ લગાવવું ફરિજાયત થશે. તેના વગર ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ વસૂલવામાં આવશે નહી. તો ગાડીનો વીમો કરાવવા માટે પણ ફાસ્ટેગને ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જો વાહન વીમા વગર છે તો તમારી મુશ્કેલી વધી શકે છે. Fastag સરકારે વીમા વગર જ વાહનોની ઓળખાણ કરાવવામાં મદદ કરશે. થર્ડ પાર્ટી વીમા માટે Fastag નું વિવરણ પ્રદાન કરવું ફરજિયાત છે. તો 1 એપ્રીલથી લાગુ વીમા માટે નવા નિયમ લાગુ થશે. જો ગાડી પર ફાસ્ટેગ નહી હોય તો આ વીમા કરાવવામાં વાહન માલિકોને પરેશાનીનો સામનો કરવો પડશે.